તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બામ્બુ ઉત્પાદન:ભારતીય વાંસ કઠણ હોવાથી તેનું ફર્નિચર બનાવવું અઘરૂ બને છે

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાંસથી બનતી વાનગીઓ અને સંસ્કૃતિ દર્શાવાઇ. - Divya Bhaskar
વાંસથી બનતી વાનગીઓ અને સંસ્કૃતિ દર્શાવાઇ.
  • 11મો વિશ્વ બામ્બૂ દિવસ ઓનલાઇન ઉજવાયો

વિશ્વ કક્ષાએ ભારત બામ્બુ ઉત્પાદનમાં અગ્રેસર છે. ગુજરાતમાં દેશનું 3 ટકા બામ્બૂ વન આહવા ખાતે છે. ગુજરાત વાંસ વિસદાલિયા સમાજ આ ક્ષેત્રમા મુખ્ય રીતે કામ કરે છે. NID ટ્રેનીંગ ઓફ ટ્રેનર પ્રોગ્રામ અંતર્ગત કારીગરો સાથે મળીને તેમને તાલીમ આપે છે. પહેલાં પેપર બનાવવાના ઉદ્યોગમાં વાંસનો કાચા માલ તરીકે ઉપયોગ થતો હતો. પરંતુ અત્યારે નિલગીરીમાંથી પેપર બનાવતા વાંસ ઉદ્યોગ પર તેની અસર પડી છે. ભારતમાં બામ્બુસા, ડેંડ્રોકેલેમસ (નર વાંસ) પ્રકારની પ્રજાતિ ઉગે છે. ભારતમાં 24 પ્રકારના વાંસની પ્રજાતિ ઉગાડવામાં આવે છે.

જ્યારે ચાઇનામાં મોસો પ્રકારના બામ્બૂની ખેતી થાય છે. આ પ્રકારના વાંસ ખૂબજ સોફ્ટ હોવાથી તેમાંથી આકર્ષક ફર્નિચર બનાવાય છે. આ ઉપરાંત ઇન્ડોનેશિયામાં વાંસનું મોટુ બજાર છે. જ્યારે ભારતીય બામ્બૂની પ્રજાતિ હાર્ડ હોવાથી ફર્નિચર એટલાં આકર્ષક બની શકતાં નથી. આ માટે સારા આયોજનની જરુર છે. ભારતીય જંગલ વિસ્તારોમાં બામ્બુ રોજગારીનું ઉત્તમ માધ્યમ છે. તેમ 11માં વિશ્વ બામ્બુ દિવસ 2020ની તાજેતરમાં ઓનલાઇન ઉજવણી કરાઇ હતી. વર્તમાન રોગચાળાની પરિસ્થિતિને કારણે આ ઉત્સવને વર્ચુઅલ પ્લેટફોર્મ પર ઉજવાયો હતો. જેમાં એનઆઇડીના સિનીયર ફેકલ્ટી પ્રવિણસિંહ સોલંકીએ જણાવ્યુ હતું.

કાર્યક્રમમાં 15થી વધુ દેશોના એક્સપર્ટે ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન ભારત-તાયવાન ગ્લોબલ ટેક ફોરમ સાઉથ એશિયા બામ્બુ ફાઉન્ડેશનના ઉપક્રમે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઈડી) મુખ્ય હોસ્ટ તરીકે જોડાઇ હતી. કાર્યક્રમમાં આસામ વેલી સ્કૂલ, કેરળ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નેશનલ ચેંગ ચંગ યુનિ., તાઇવાન, નાગાલેન્ડ બામ્બૂ વિકાસ એજન્સી જોડાઇ હતી.

વાંસથી બનતી વાનગીઓ અને સંસ્કૃતિ દર્શાવાઇ
વાંસ ઉત્પાદનમાં અશિયાના મોખરાના ઉત્પાદક વિયેતનામ, ઇન્ડોનેશિયા, તાઇવાન, ભારત (કેરળ અને નાગાલેન્ડ)ના સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં વાંસની સંસ્કૃતિ પ્રદર્શિત થઇ હતી. વાંસનો કુકિંગ શો, વાંસના ઉત્પાદનો રજૂ થયા હતાં. બાળકો માટે સ્ટ્રીપ્સ અને ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઇ તથા પ્રોડક્ટ ડિઝાઇન સ્પર્ધા યોજાઇ હતી. NIDની વિદ્યાર્થિની રાધિકા ધુમાલે બામ્બૂમાંથી રોકીંગ ટુલ્સની તથા સ્વાતિ ચિત્તકારાને બામ્બૂ બેડની નવી ડિઝાઇન માટે સન્માનવામાં આવ્યાં.

વાંસ એ ગુજરાતી આદિવાસી મહિલાઓની મુખ્ય રોજગારી
ગુજરાતના ડાંગ અને નવસારી જીલ્લાની આદિવાસી મહિલા માટે રોજગારીનું મુખ્ય માધ્યમ વાંસ છે. ગુજરાતમાં વાંસની પદ્ધતિસરની ખેતી કરવામાં આવે છે. દાહોદ, ગોધરા, અમદાવાદની ઘણી મહિલાઓ બામ્બૂ પર વીવીંગ કરીને ટોપલાં, વોલપીસ,સાદડીઓ, વીન઼્ડો કર્ટેન, બામ્બુના રોલર જેવી અવનવી ડિઝાઇન બનાવે છે. NID અમદાવાદ દ્વારા કારીગરોને ટ્રેનીંગ પણ આપવામાં આવે છે. – સિનિયર ફેકલ્ટી પ્રો. પ્રવિણસિંહ સોલંકી, એન.આઇ.ડી

અન્ય સમાચારો પણ છે...