તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં ક્રિકેટ જંગ:પોલીસ દ્વારા બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કર્યું, 18મીએ બપોરે બન્ને ટીમ અમદાવાદ આવશે

અમદાવાદ13 દિવસ પહેલા
 • મોટેરા સ્ટેડિયમમાં પોલીસની અલગ અલગ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે
 • બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા સ્ટેડિયમમાં કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું

આગામી 24 ફેબ્રુઆરીથી ઇન્ડિયા-ઇંગ્લેન્ડની પિંક બોલ સાથે ડે-નાઈટ ટેસ્ટ મેચ યોજાવાની છે, તેને લઈને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ખેલાડીઓ અને મોટી સંખ્યામાં પ્રેક્ષકો પણ રહેશે. જેને પગલે સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તેની પૂરી તકેદારી પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવશે. મોટેરા સ્ટેડિયમમાં પોલીસની અલગ અલગ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે તો સાથે B.D.D.S.(બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ) દ્વારા સ્ટેડિયમમાં કડક ચેકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.

બન્ને ટીમ 18મીએ બપોરે અમદાવાદ આવશે
ઇન્ડીયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 24 ફેબ્રુઆરીના રોજ રમાનારી ટેસ્ટ મેચને લઇને સ્ટેડિયમ તરફથી તૈયારીઓ પૂર્ણ થવા આવી છે, ત્યારે 18 ફેબ્રુઆરીએ બપોરે વાગ્યે ઇન્ડીયા અને ઇંગ્લેન્ડની ટીમ બપોરે 2 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. એરપોર્ટ પર આવ્યા બાદ બંને ટીમ સીધી આશ્રમ રોડ ખાતેની હયાત હોટલ ખાતે જવા રવાના થશે. હયાત હોટલ ખાતે બંને ટીમના તમામ ખેલાડીઓ રોકાશે. મેચના 6 દિવસ પહેલા બંને ટીમ મોટેરા સ્ટેડિયમ ખાતે પણ જશે. મોટેરા સ્ટેડિયમના ગ્રાઉન્ડ અને અન્ય સુવિધાઓનું નિરીક્ષણ પણ કરવામાં આવશે. મોટેરા સ્ટેડિયમના ઈનડોર અને આઉટડોર ગ્રાઉન્ડમાં બંને ટીમ દ્વારા પ્રેક્ટિસ પણ કરવામાં આવશે. બંને ટીમ આગામી 30 દિવસ સુધી અમદાવાદમાં જ રોકાશે અને ટેસ્ટ મેચ બાદ T- 20 મેચ પણ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે પૂરી કરીને બંને ટીમ અહીંથી રવાના થશે.

ગ્રાઉન્ડમાં બારીકાઈથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
1,10,0000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં 55,000 લોકોને પ્રવેશ આપવામાં આવશે, ત્યારે ખેલાડી અને પ્રેક્ષકો તથા VVIP મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમમાં પોલીસ તરફથી પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલ સ્ટેડિયમમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ સ્ટેડિયમમાં ફૂટ પેટ્રોલિંગ સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જે ગ્રાઉન્ડમાં મેચ રમાવાની છે તે ગ્રાઉન્ડમાં પણ બારીકાઈથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમ જેમ મેચના દિવસો નજીક આવતા જશે તેમ તેમ બંદોબસ્ત અને ચેકિંગ પણ વધારવા આવશે.

GCA તરફથી સ્ટેડિયમમાં પ્રાઇવેટ સિક્યુરિટી સંસ્થા પણ રાખવામાં આવશે
GCA તરફથી સ્ટેડિયમમાં પ્રાઇવેટ સિક્યુરિટી સંસ્થા પણ રાખવામાં આવશે

અમિત શાહ અને રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહી શકે
23 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ઉપસ્થિત રહેવાના હોવાની શક્યતા છે, જેથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત રાખવામાં આવશે. તેમજ GCA તરફથી સ્ટેડિયમમાં પ્રાઇવેટ સિક્યુરિટી સંસ્થા પણ રાખવામાં આવશે, જે પોલીસ સાથે જ મેચ દરમિયાન બંદોબસ્તમાં રહેશે.

થ્રી લેયર સિક્યોરિટી ગોઠવવામાં આવશે
થ્રી લેયર સિક્યોરિટી ગોઠવવામાં આવશે

સ્ટેડિયમમાં ખાનગી ડ્રેસમાં પોલીસ મૂકવામાં આવશે
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં 1 લાખ લોકોના બેસવાની કેપેસિટી છે, પરંતુ કોરોનાને કારણે 50 ટકા એટલે કે 50 હજાર લોકો જ સ્ટેડિયમમાં બેસી મેચ જોઈ શકશે. નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં મેચમાં સુરક્ષાને લઈ તૈયારી શરૂ કરી દેવાઈ છે. થ્રી લેયર સિક્યોરિટી ગોઠવવામાં આવશે. ગેટમાંથી પ્રવેશ વખતે મેટલ- ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે. ટિકિટ ચેક કરતી વખતે પણ ચેક કરવામાં આવશે. સ્ટેડિયમમાં લોકોની વચ્ચે ખાનગી ડ્રેસમાં પોલીસ મૂકવામાં આવશે. મોબાઇલ અને પાકીટ સિવાય અન્ય કોઈ વસ્તુ સ્ટેડિયમમાં લાવવા પર મનાઈ ફરમાવવામાં આવશે.

ટીમ ઈન્ડિયા એક મહિનો અમદાવાદમાં ધામા નાખશે
​​​​​​​
BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ આવશે. T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો