કેન્દ્રીય મંત્રીની મુલાકાત:ભારત વૈશ્વિક ક્ષેત્રે ડિજિટલ પ્રોડક્ટ અને ડિજિટલ સર્વિસીસનું હબ બનશે- રાજીવ ચન્દ્રશેખર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતના યુવાનોને નવા ભારત વિશે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો- કેન્દ્રીય મંત્રી

કેન્દ્રીય ઉદ્યોગ સાહસિકતા, કૌશલ્ય વિકાસ, ઈલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજીના રાજ્ય મંત્રી રાજીવ ચંન્દ્રશેખર ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે તેમના પ્રવાસના બીજા દિવસે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશના હોદ્દેદારો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતું.

પ્રેસને સંબોધતા રાજીવ ચંન્દ્રશેખરે તેમના પ્રવાસ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતની પાવન ભૂમિ પર આવવાનો મને અવસર મળ્યો છે. ગુજરાતમાં મારો જન્મ થયો છે એટલે ગુજરાત સાથે વિશેષ લાગણી છે. આજે 57 વર્ષ પછી ગુજરાત મારા ઘરે આવવાનો અવસર મળ્યો છે તેથી આ દિવસ ખૂબ યાદગાર છે. આજે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં રાજ્યના યુવાનો સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો હતો. આવતીકાલે ગુજરાત યુનિવર્સિટી અને પંડિત દિન દયાલ ઉપાધ્યાય યુનિવર્સિટીના કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ કરવાની તક મળશે.

ગુજરાતના યુવાનોને નવા ભારત વિશે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવનાર સમયમાં ભારતના યુવાનો માટે દરેક ક્ષેત્રે ઘણી નવી તકો પ્રાપ્ત થશે તે અંગે જણાવ્યું. દેશમાં કોરોના મહામારીમાં ભારતે જે રીતે અન્ય દેશોની સહાય કરી છે, તેનાથી ભારત માટે લોકોનું માન સન્માન વધ્યું છે તેનો સીઘો ફાયદો આવનાર સમયમાં યુવાનોને પ્રાપ્ત થશે. આવનાર સમયમાં ભારત વૈશ્વિક ક્ષેત્રે ડિજિટલ પ્રોડકટ અને ડિજિટલ સર્વિસીસનું હબ બનશે.

વિશ્વમાં સૌથી વધુ FDI ભારતમાં આવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે ભારત ટેક્નોલોજી ક્ષેત્રે ખૂબ ઝડપથી આગળ વધે. ભારતના યુવાનો ટેક્નોલોજી ક્ષેત્રે ખૂબ આગળ છે અને ટેક્નોલોજીમાં યુવાનો વધુ રસ દાખવે છે. વિશ્વમાં ભારત આજે સ્ટાર્ટઅપ ઇકોસીસ્ટમાં ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. દુનિયાના કોઇ પણ દેશ કરતા સૌથી વધુ FDI આજે ભારતમાં આવ્યું છે. દુનિયામાં સૌથી ઝડપથી વધતી ઇકોનોમીમાં ભારતનું સ્થાન છે. આ મેસેજ યુવાનોને પહોંચાડવાનો પ્રયાસ આગામી કાર્યક્રમમાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...