ગ્લોબલ બ્રાઇબરી રિસ્ક રેન્કિંગ:લાંચખોરીમાં ભારત 44ના સ્કોર સાથે 82મા સ્થાને; ચીન, પાકિસ્તાન અને નેપાળ કરતાં ભારતમાં રુશવતખોરી ઓછી

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રુશ્વતખોરીમાં ભારતનું હરીફ ચીન 135મા, પાકિસ્તાન 150મા સ્થાને

ભારત 44 રિસ્ક સ્કોર સાથે 2021 ગ્લોબલ બ્રાઇબરી રિસ્ક રેન્કિંગમાં 82મા સ્થાને ગબડી ગયું છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ભારતના રેન્કિંગમાં 5 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. 2019માં ભારત 48 સ્કોર સાથે 78મા સ્થાને હતું, 2020માં 45 સ્કોરની સાથે 77મા સ્થાને હતું અને આ વર્ષે ગબડીને 82મા સ્થાને આવી ગયું છે. ભૂટાનને બાદ કરતાં બીજા પડોશી દેશોની તુલનામાં ભારત સારો રેન્ક ધરાવે છે. ચીન 56 રિસ્ક સ્કોર સાથે 135મા સ્થાને છે જ્યારે પાકિસ્તાન 59 સ્કોર સાથે 150મા સ્થાને છે. અફઘાનિસ્તાન આ મામલે 68 રિસ્ક સ્કોર સાથે 174મા સ્થાને છે.

2020ની તુલનામાં 2021માં ભારત 5 ક્રમ નીચે ઊતર્યું

રેન્કદેશરિસ્ક સ્કોર
62ભૂટાન40
82ભારત44
92શ્રીલંકા47
112નેપાળ51
135ચીન56
150પાકિસ્તાન59
167બાંગ્લાદેશ65
174અફઘાનિસ્તાન68

5 દેશો જ્યાં સૌથી વધુ રુશવતખોરી

રેન્કદેશસ્કોર
194ઉ.કોરિયા94
193તુર્કમેનિસ્તાન86
192એરિટ્રીઆ81
191વેનેઝુએલા81
190સોમાલીયા80

5 દેશો જ્યાં સૌથી ઓછી રુશવતખોરી

રેન્કદેશસ્કોર
1ડેનમાર્ક2
2નોર્વે5
3સ્વીડન7
4ફિનલેન્ડ7
5ન્યૂઝીલેન્ડ8

​​​​​​​ટ્રેસ બ્રાઈબરી રિસ્ક મેટ્રિક્સ દ્વારા 2014માં આ પ્રકારનો સરવે જાહેર કરવાની શરૂઆત થઈ હતી. આ રિપોર્ટનો હેતુ વિવિધ દેશમાં બિઝનેસ કરવા જતા લોકોને પારદર્શક આંકડા મળી શકે તે છે.

આ માપદંડોને આધારે નક્કી થાય છે રેન્કિંગ

સરકારની સાથે વ્યાપારિક વાતચીત, લાંચ વિરોધી નિવારણ, સરકાર અને સિવિલ સેવા પારદર્શિતા અને મીડિયાની ભૂમિકા સહિત નાગરિક સમાજ નિરીક્ષણ સામેલગીરી જેવા માપદંડોને આધારે રેન્કિંગ નક્કી થાય છે. દરેક દેશને 1થી 100 સુધી પોઇન્ટ સ્કોર આપવામાં આવે છે. જો કોઈ દેશને ઉચ્ચ સ્કોર મળે છે તો તેનો અર્થ છે કે વેપાર રુશવતખોરીનું જોખમ વધુ છે.