બાળકોએ બાંયો ચઢાવી!:અમેરિકાનું 33 દિવસનું કિશોરો-કિશોરીનું વેક્સિનેશન ભારતે એક જ દિવસમાં પૂરું કર્યું; ગુજરાતમાં પહેલા જ દિવસે 5.50 લાખને વેક્સિન અપાઈ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંખેડામાં રસી સાથે સેલ્ફી લેતી ધો.11ની વિદ્યાર્થિની. - Divya Bhaskar
સંખેડામાં રસી સાથે સેલ્ફી લેતી ધો.11ની વિદ્યાર્થિની.
  • એક દિવસમાં 14%થી વધારે રસીકરણ, કુલ રસીકરણનો આંકડો 9 કરોડને પાર થયો
  • પહેલા દિવસે એકસાથે સૌથી વધારે રસી 15-18 વયજૂથમાં અપાઈ
  • કિશોરોના રસીકરણમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યું
  • 18થી 45 વયજૂથમાં 64%ને પહેલો, જ્યારે 9.3%ને બન્ને ડોઝ મળ્યા

રાજ્યનાં 15થી 18 વર્ષ વચ્ચેનાં 35 લાખ બાળકોને રસી આપવાની શરૂઆત સોમવારે કરવામાં આવી હતી. પહેલા દિવસે સાંજે વાગ્યા સુધી 5.50 લાખથી વધારે બાળકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની કોબાવાલા હાઇસ્કૂલથી કરાવ્યો હતો. રાજ્યમાં વયજૂથમાં અંદાજે 35 લાખથી વધુ બાળકોને કોરોના વેક્સિનેશન ડ્રાઇવ અન્વયે 3થી 7 જાન્યુઆરી સુધી આવરી લેવાશે.

પાલનપુરના ચંડીસર શાળામાં હેલ્થ સ્ટાફને સલામી આપતા વિદ્યાર્થીઓ.
પાલનપુરના ચંડીસર શાળામાં હેલ્થ સ્ટાફને સલામી આપતા વિદ્યાર્થીઓ.

અત્યાર સુધી રાજ્યમાં કુલ 9 કરોડથી વધારે રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાંથી 4.75 કરોડને પહેલો ડોઝ જ્યારે 4.28 કરોડને બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. એક અંદાજ મુજબ, 15-18 વર્ષમાં પહેલા દિવસે જ દર સાતમા બાળકને રસીનો ડોઝ અપાઇ ગયો છે. સોમવારે એક જ દિવસમાં 8 લાખથી વધારે રસીકરણ રાજ્યમાં કરવામાં આવ્યું હતું.

તારીખવયજૂથ માટેરસીકરણ
16 જાન્યુઆરી 2021હેલ્થ-ફ્રન્ટલાઇનવર્કર11800
1 માર્ચ 202145-60 વર્ષ61254
1 મે 202118-45 વર્ષ55235
3 જાન્યુઆરી 202215-18 વર્ષ550000
રાજકોટમાં વિદ્યાર્થિનીનું રસીકરણ.
રાજકોટમાં વિદ્યાર્થિનીનું રસીકરણ.

રાજ્યમાં કુલ 36 લાખ કિશોરો-કિશોરી 15થી 18 વર્ષની વયજૂથનાં છે. તેમને કોવેક્સિન રસીનો પ્રથમ ડોઝ આપવા માટે રાજ્ય સરકારે 7 જાન્યુઆરી સુધી મહાઅભિયાન શરૂ કર્યું છે. જેમાં 7 જાન્યુઆરીએ મેગા ડ્રાઇવ યોજાશે. પહેલા દિવસે... રાજ્યના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં રસી લીધા બાદ ચાર કિશોરીઓને સામાન્ય તાવ આવ્યો હતો. સાવચેતીના ભાગરૂપ તેમને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. સાંજે ચારે કિશોરીઓને રજા આપી દેવામાં આવી હતી.

વિદ્યાર્થીઓનો સંકલ્પ.
વિદ્યાર્થીઓનો સંકલ્પ.

રાજ્યમાં 90%ને પહેલો તો 81%ને બન્ને ડોઝ મળી ચૂક્યા છે

કેટેગરીવસતિપહેલો ડોઝટકાબીજો ડોઝટકા
15-18 વર્ષ35 લાખ54500015%--
18-45 વર્ષ3.09 કરોડ2.74 કરોડ89%2.41 કરોડ78%
45થી ઉપર1.83 કરોડ1.77 કરોડ96%1.68 કરોડ91%
કુલ5.28 કરો઼ડ4.75 કરોડ90%4.29 કરોડ81%

(સ્રોત - ગુજરાત કોવિડ-કોવિન ડેશબોર્ડ, કુલ રસીકરણમાં હેલ્થલાઇન-ફ્રન્ટલાઇનવર્કર સામેલ છે.)

કિશોરો-કિશોરીના રસીકરણમાં આ 5 રાજ્ય મોખરે

રાજ્ય

15-18 વર્ષનાને રસી

1. મધ્યપ્રદેશ7,49,475
2. ગુજરાત5,50,567
3. આંધ્રપ્રદેશ4,51,137
4. રાજસ્થાન3,43,712
5. મહારાષ્ટ્ર1,78,240

દેશભરમાં પહેલા દિવસે 41 લાખ કિશોરોને રસી
દેશભરમાં કિશોરો-કિસોરીના રસીકરણના પહેલા દિવસે સોમવારે કુલ 41 લાખ કિશોરોને રસી આપવામાં આવી હતી. સૌથી વધુ 7.5 લાખ કિશોરો-કિશોરીને મધ્યપ્રદેશમાં રસી અપાઈ હતી. જ્યારે 5.50 લાખ સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. દેશમાં 7.4 કરોડ વસતિ 15થી 18 વર્ષની વયનાં બાળકોની છે. જો આ જ ગતિએ રસીકરણ જારી રહેશે તો માત્ર 18 દિવસમાં આ વયજૂથના તમામ લોકોને પ્રથમ ડોઝ મળી જશે. ભારતની આ શરૂઆત એટલા માટે મહત્ત્વની છે, કારણ કે અમેરિકાને આ સંખ્યાએ પહોંચતાં 33 દિવસ લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...