કોરોના સામે તકેદારી:નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસ કર્મીઓ માટે ખાસ સુવિધા, જમવા અને આરામ માટે ડોમ ઉભા કરાયા, દર્શકોને માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરાયું

અમદાવાદ9 મહિનો પહેલા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર પોલીસ કર્મીઓ માટે ડોમની સાથે બ્રેકફાસ્ટ અને લન્ચની વ્યવસ્થા કરાઈ
  • ઇંગ્લેન્ડ સામે અમદાવાદ ખાતેની ચોથી ટેસ્ટ ભારતના ટેસ્ટ ઇતિહાસની ઓવરઓલ 550મી ટેસ્ટ હશે.
  • સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવનારા તમામ દર્શકોને માસ્ક અને સેનિટાઈઝરના પાઉચ અપાયા
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસ કર્મીઓ માટે ખાસ સુવિધા, જમવા અને આરામ માટે ડોમ ઉભા કરાયા

ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત સીરિઝમાં 2-1થી આગળ છે. આ મેચ જીતવા અથવા ડ્રો કરવા પર ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાવવાનો પાસ મળશે. જ્યારે ભારત હારે તો કાંગારુંની બીજા ફાઇનલિસ્ટ તરીકે એન્ટ્રી થશે. જોકે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઉપરાંત આ મેચ પર બધાની નજર ખાસ કરીને પીચ કેવી રીતે બિહેવ કરે છે તેના માટે પણ રહેશે. તેવામાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમની બહાર GCAના અધિકારીઓએ તમામ દર્શકોને માસ્ક અને સેનિટાઈઝર આપ્યું હતું. તો બીજી બાજુ મેચ દરમિયાન કામ કરતા પોલીસ કર્મીઓ માટે પણ ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.

GCAના અધિકારી દર્શકોને સેનિટાઈઝર અને માસ્ક આપી રહ્યા છે
GCAના અધિકારી દર્શકોને સેનિટાઈઝર અને માસ્ક આપી રહ્યા છે

આજે ભારત માટે મહત્વનો મુકાબલો હોવાથી દર્શકો પણ સ્ટેડિયમની બહાર ઉત્સાહભેર પ્રવેશી રહ્યા છે. તો તેવામાં અત્યારે રાજ્યભરમાં કોરોનાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. જેના કારણે સ્ટેડિયમમાં આવતા તમામ દર્શકોએ માસ્ક અને સેનિટાઈઝર પહેરીને આવવા સૂચન કરાયું છે. આ તમામ દર્શકોને GCAના કર્મચારી પણ માસ્ક આપીને ગેટમાં પ્રવેશ આપી રહ્યા છે. તેમને કોરોનાનું ઈન્ફેક્શન કોઈને ના લાગે તે અર્થે ગેટની બહાર માસ્ક અને સેનિટાઈઝરના પાઉચનું વિતરણ શરૂ કર્યું હતું.

કોરોના સામે રક્ષણ માટે સેનિટાઈઝરના પાઉચો દર્શકોને આપઈ રહ્યા છે
કોરોના સામે રક્ષણ માટે સેનિટાઈઝરના પાઉચો દર્શકોને આપઈ રહ્યા છે

પ્રત્યેક દર્શકને માસ્ક અને સેનેટાઈઝર અપાયા
અરવિંદસિંહ રાજપૂત સાથે divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખતા તેઓ સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવનારા તમામ દર્શકોને માસ્ક અને સેનિટાઈઝરના પાઉચ આપી રહ્યા છે. તેમની પાસે માસ્ક અને સેનિટાઈઝરનો સારા પ્રમાણમાં જથ્થો છે, જેથી જે પણ દર્શક પાસે માસ્ક નથી અથવા જરૂર છે તેને આપી રહ્યા હતા.

સ્ટેડિયમમાં ફરજ બજાવતા પોલીસ માટે ખાવા-પીવાની પણ ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ
સ્ટેડિયમમાં ફરજ બજાવતા પોલીસ માટે ખાવા-પીવાની પણ ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ

સ્ટેડિયમમાં પોલીસ કર્મીઓ માટે ખાસ સુવિધા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના પહેલા દિવસે સ્ટેડિયમના ગેટની અંદર પોલીસ કર્મીઓ માટે ડોમ બનાવી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ ડોમમાં પોલીસ કર્મીઓને આરામ કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક પોલીસ કર્મીને નાસ્તો તેમજ બપોરના જમવાના ફૂડ પેકેટ ઉપરાંત પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પોલીસ કર્મીઓને સવારના નાસ્તામાં સેન્ડવીચ, સમોસા અને ઉપમા ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. આમ દરેક કર્મીને આરામની સાથે ખાવા-પીવાની પણ ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

પોલીસને આરામ કરવા માટે અલગ છાવણીની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.
પોલીસને આરામ કરવા માટે અલગ છાવણીની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર પોલીસ કર્મીઓ માટે બપોરના લંચની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં બે શાક, દાળ, ભાત અને રોટલીના ફુડ પેકેટ આપવામાં આવ્યા હતા.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર પોલીસ કર્મીઓ માટે બપોરના લંચની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં બે શાક, દાળ, ભાત અને રોટલીના ફુડ પેકેટ આપવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...