તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફી મામલે જાહેરાત:FRCના નિયમની જેમ 25 % ફી માફીનો લાભ સ્વતંત્ર પ્રી-પ્રાઇમરી સ્કૂલોને નહિ મળે

અમદાવાદ5 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • સ્વતંત્ર પ્રી- પ્રાઇમરી સ્કૂલો માટે કોઈ કાયદો ન બનાવાતા વાલીઓમાં રોષ
  • FRCનું જ્યુરિડિક્શન નથી, પણ રાજ્યની જમીન પર હોવાથી નિયમ લાગુ કરાય: તજજ્ઞો

એફઆરસીનો નિયમ જેમ સ્વતંત્ર પ્રી-પ્રાઇમરીને નથી લાગુ પડતો નથી એ જ રીતે 25 ટકા ફી માફીનો નિયમ પણ સ્વતંત્ર પ્રી પ્રાઇમરી સ્કૂલોને લાગુ ન થતો હોવાથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં હાલ 800 જેટલી સ્કૂલોમાં 20 હજાર કરતાં વધુ બાળકો અભ્યાસ કરે છે. આ સ્કૂલોની ફી 5 હજારથી લઇને 40 હજાર સુધી વસૂલાય છે. તજજ્ઞોના મતે પ્રી પ્રાઇમરી એફઆરસીનું જ્યુરિડિક્શન નથી, પરંતુ રાજ્યની જમીન પર છે તો નિયમ લાગુ થવા જોઇએ.

રાજ્યમાં જ્યારે એફઆરસીનો નિયમ લાગુ કરાયો ત્યારે સ્વતંત્ર પ્રી-પ્રાઇમરી સ્કૂલોને એફઆરસીના કાયદાથી બાકાત રખાઇ હતી. જેના કારણે સ્વતંત્ર પ્રિપ્રાઇમરી સ્કૂલો પોતાની રીતે ફી વસૂલી રહી છે. ઉપરાંત જ્યારે હવે સરકારે રાજ્યની દરેક સ્કૂલોની ફીમાં 25 ટકાની માફી આપી છે ત્યારે પ્રી-પ્રાઇમરી સ્કૂલોને આ નિયમ લાગુ કરાયો નથી. જેથી પ્રી પ્રાઇમરીના બાળકોના વાલીમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારે સમય પ્રમાણે પ્રી- પ્રાઇમરી માટે કોઇ કાયદા ન બનાવતા આજે ફી માફીનો લાભથી વાલીઓ વંચિત રહ્યાં છે.

મોટે ભાગે સ્વતંત્ર ચાલતા પ્રી પ્રાઇમરી સેક્શન કોઇ બંગલો, ફ્લેટમાં ચાલતા હોય છે. આ પ્રી-પ્રાઇમરી સેક્શન સ્વતંત્ર રીતે ચાલતા હોવાથી તેની મંજૂરી શિક્ષણ વિભાગ પાસેથી મેળવતા નથી. જ્યારે ઘણા પ્રી- પ્રાઇમરીના માલિકો મહિલા અને બાળ વિભાગમાંથી મંજૂરી મેળવે છે. જેથી શિક્ષણ વિભાગનો કોઇ અંકુશ આ પ્રી-પ્રાઇમરી પર હોતો નથી. જેવી રીતે ખાનગી ટ્યુશન ચાલે છે તેવી જ રીતે સ્વતંત્ર પ્રી પ્રાઇમરી ચાલી રહી છે.

પ્રી-પ્રાઇમરી સ્કૂલો પર અંકુશ જરૂરી
પ્રી પ્રાઇમરી સ્કૂલો જ વધુ માત્રામાં ફી વસૂલી રહી છે. તેમના પર અંકુશ રાખવો જરૂરી છે. પ્રી-પ્રાઇમરી એફઆરસીનું જ્યુરિડિક્શન નથી, પરંતુ રાજ્યની જમીન પર બનેલું હોવાથી અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરતી હોવાથી તેના પર પણ નિયમ લાગુ થઇ શકે છે. ભલે તેનું રજિસ્ટ્રેશન ન થયું હોય પરંતુ જમીનના નિયમ પ્રમાણે સરકારના નીતિના નિયમો લાગુ પડી જ શકે છે. > કે.આર પોટા, રિટાયર્ડ ડીપીઓ- ઝોન એફઆરસી કોર્ડિનેટર

​​​​​​​સ્વતંત્ર પ્રી-પ્રાઇમરીને લાગુ થશે નહીં
જે પ્રી-પ્રાઇમરી ધો.1થી 12 સાથે જોડાયેલી હોય તેમને ફી માફીનો નિયમ લાગુ થશે. જ્યારે કે જે પ્રિ પ્રાઇમરી સ્કૂલો સ્વતંત્ર હશે તેઓને ફી માફીનો નિયમ લાગુ થશે નહીં. > ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણમંત્રી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો