દેશ ભરમાં આવતીકાલે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવશે, ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે પણ ઉજવણી કરવામાં આવશે. જે માટે અત્યારે તૈયારી શરૂ કરી દેવાઈ છે. એરપોર્ટ પર દેશ-વિદેશથી મુસાફરો અવરજવર કરતા હોય છે જેને ધ્યાનમાં રાખીને ગાંધીજી, સરદાર પટેલ, રાણી લક્ષ્મી બાઈ, સુભાસચંદ્ર બોઝ સહિતના નેતાઓની તસવીર સાથે નાનું મ્યુઝિયમ ઉભુ કરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કરનારને મળશે ઈનામ
એરપોર્ટ પર આ વર્ષે વિવિધતામાં એકતાના સિદ્ધાંત સાથેની થીમ પર સજાવટ કરવામાં આવી છે. આ થીમ સાથે મુસાફરો ફોટો પાડીને સોશિયલ મીડિયામાં એરપોર્ટને ટેગ કરીને ફોટો મૂકશે તો તેમાંથી રોજ 2 મુસાફરોને પસંદ કરવામાં આવશે અને તેમને ઈનામ પણ આપવામાં આવશે. આનાથી વિદેશના મુસાફરો ભારતની આઝાદી અને આઝાદીમાં ફાળો આપનાર નેતાઓ અંગે પણ જાણી શકશે. આવતીકાલ સુધી આ થીમ અને ઈનામ આપવામાં આવશે.
જુનાગઢમાં રાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણી
નોંધનીય છે કે, દેશભરમાં આઝાદીના 75 વર્ષના અવસરે 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આ વખતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ જુનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.