તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Increased Requests Covered In Property Law Up To 500 Meters From The Extent Of The Turbulent Area; Lack Of Coordination In Government Departments

અશાંતધારાની આંટીઘૂંટી:અશાંતધારાના વિસ્તારની હદથી 500 મીટર સુધીની મિલકતો કાયદામાં આવરી લેવાતા અરજીઓ વધી; સરકારી વિભાગોમાં સંકલનનો અભાવ

અમદાવાદ5 દિવસ પહેલાલેખક: ચિરાગ રાવલ
  • કૉપી લિંક
  • અમદાવાદમાં 5 વર્ષમાં 34,532 અરજીની સામે છેલ્લા 6 માસમાંં જ 13 હજાર અરજી આવી
  • અરજીના નિકાલની સમયમર્યાદા 30 દિવસની હોય છે, જેથી રોજબરોજ તેનો નિકાલ કરવાનો રહે છે

અશાંતધારા વિસ્તારની હદ પૂરી થતી હોય તે સ્થળની છેલ્લી મિલકતના વેચાણ દસ્તાવેજને ધ્યાનમાં રાખી તેને અડીને આવેલી 500 મીટર સુધીની તમામ મિલકતોને અશાંત વિસ્તારમાં આવરી લેવાઈ છે. સરકારના નવા નિયમના લીધે ચાલુ વર્ષે અશાંતધારાની અરજીઓ વધી રહી છે. અમદાવાદ શહેર-જિલ્લામાં ચાલુ વર્ષે માત્ર છ માસમાં જ 13,102 અરજીઓ મળી છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં 34,532 અરજીઓ મળી છે.

સરકારે 15 ઓક્ટોબર, 2020માં કરેલા સુધારામાં અશાંત વિસ્તારમાં છેલ્લી મિલકતના દસ્તાવેજના સોદાથી 500 મીટરની હદના વિસ્તારમાં અશાંતધારાની મંજૂરીનો નિયમ કરાતા અરજી વધી રહી છે. શહેરના પશ્ચિમ સિટી ડેપ્યુટી કલેક્ટર જે. બી. દેસાઈએ કહ્યું કે, અશાંતધારાના કાયદામાં 500 મીટરના નવા નિયમની કલમ ઉમેરાતા શરૂઆતમાં લોકોમાં મૂંઝવણ હતી, પરંતુ આ પછી મિલકત તબદીલ કરનારની મૂંઝવણ દૂર કરવા સિટી સરવે સુપરિન્ટેન્ડન્ટ કચેરી તથા જિલ્લા જમીન દફતર નિરીક્ષક (ડીઆઈએલઆર)ની કચેરીએ અશાંત વિસ્તારની હદ પૂરી થતી હોય ત્યાંથી 500 મીટરની હદમાં આવતા સરવે નંબરો સબરજિસ્ટ્રાર કચેરીઓને મોકલી આપ્યા છે.

સબરજિસ્ટ્રાર કચેરીઓમાં સરવે નંબરોથી ખાતરી કરી અશાંત સબંધિત દસ્તાવેજ નોંધણીનો નિર્ણય લેવાય છે. પૂર્વ સિટી ડેપ્યુટી કલેક્ટર અનસૂયા ઝાએ કહ્યું કે, અશાંતધારાના 500 મીટરના નવા નિયમથી અરજીઓ વધી છે. આ અરજીના નિકાલની સમયમર્યાદા 30 દિવસ છે, જેથી રોજેરોજ તેનો નિકાલ કરવાનો રહે છે.

જોધપુરમાં મકાનના દસ્તાવેજ કરવા અશાંતધારાનું સર્ટિફિકેટ મગાયું
અમદાવાદઃ સેટેલાઇટમાં નૂપુર ટાવર સોસાયટીનાં સભ્ય જ્યારે મકરબા ખાતેની મામલતદાર કચેરીએ મકાન વેચાણનો દસ્તાવેજ કરવા ગયા ત્યારે તેમની પાસે અશાંતધારાનું સર્ટિફિકેટ મગાયું. નૂપુર ટાવરનાં સભ્ય મનીષ ચાવડાએ જણાવ્યું કે, સેટેલાઇટમાં અશાંતધારામાં આવે તે વિચાર્યું ન હતું. દસ્તાવેજ થતાં જ મેં બીજે મકાન બુકિંગ માટે પેમેન્ટનું કમિટમેન્ટ કર્યું હતું. હવે મારે પેમેન્ટ ડીલે થશે અને મોટું નુકસાન જશે. મારી સોસાયટીમાં બીજી વ્યક્તિએ પહેલેથી અશાંત ધારાનું સર્ટિફિકેટ લીધું છે. મારો વિસ્તાર વેજલપુરથી ત્રણ કિલોમીટર દૂર છે. આ વિશે જ્યારે વેજલપુરના ધારાસભ્યને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘કલેક્ટર કચેરી ખોટી રીતે સર્ટિફિકેટ માગી રહી છે. આ બાબતે મેં કલેક્ટર અને સરકારમાં રજૂઆત કરી છે. જે પણ નાગરિકને આવી સમસ્યા હોય તે મારો સંંપર્ક કરી શકે છે.’

4 વિભાગો વચ્ચે કામગીરીમાં સંકલન ન જળવાતાં અમલ અંગે પ્રશ્ન સર્જાયા
ગાંધીનગરઃ
સરકારે અશાંતધારામાં વધુ કડક જોગવાઇ સાથેનું વિધેયક અમલી બનાવ્યા બાદ તેના અમલીકરણમાં વ્યાપક પ્રશ્નો ઊભા થયા છે, જેના પગલે ભાજપના ધારાસભ્યોએ ફરિયાદ કરતા આખરે અમલીકરણના પ્રશ્નો દૂર કરવા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી હતી, જેમાં ધારાસભ્યોને પણ હાજર રખાયા હતા. અશાંત ધારાનો મૂળ અમલ મહેસૂલ વિભાગ કરતો હોય છે, પરંતુ તેમાં શહેરી વિકાસ, પોલીસ અને કાયદા વિભાગની પણ ભૂમિકા રહે છે. અશાંતધારા હેઠળ જે કાર્યવાહી થાય છે તેની સત્તા કલેક્ટરની હોય છે, પરંતુ સ્થાનિક કક્ષાએ અન્ય વિભાગના અધિકારીઓની પણ કામગીરી રહે છે, જેથી તેના અમલીકરણમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. પ્રદીપસિંહે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી સંકલન સાથે અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...