તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો ડર:બાળકોમાં ઊંઘ ન આવવી-લૂઝ મોશન જેવી સમસ્યાઓ વધી; ઉદગમ-ઝેબર સ્કૂલની હેલ્પલાઇનને મળેલા સવાલોનું તારણ

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધ શર્મા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 95 ટકા વાલી કોવિડ પછીની સ્થિતિ અંગે પ્રશ્નો પૂછતા હોય છે

ઉદગમ અને ઝેબર સ્કૂલે શરૂ કરેલી કોરોના હેલ્પ લાઇનમાં 95 ટકા ઇન્કવાયરી બાળકોની પોસ્ટ કોવિડ ટ્રીટમેન્ટ અંગે છે. વાલીઓની મૂંઝવણ છે કે, કોરોના બાદ પણ બાળકોને સતત ડર રહે છે કે તેઓને ફરી કોરોના થઇ જશે તો? આ ડરથી બાળકોને ઉંઘ ન આવવી, લુઝ મોશન જેવી સમસ્યા થઈ રહી છે.

95 ટકા ફોન માનસિક શક્તિ વધારવાના આવ્યાં
સ્કૂલે શરૂ કરેલી હેલ્પ લાઇન પર અત્યાર સુધીમાં 3થી 18 વર્ષના વિદ્યાર્થીઓની મૂંઝવણને લગતા 160 કોલ્સ આવ્યા છે. જેમાંથી 95 ટકા ફોન બાળકોને કોરોના બાદ માનસિક અને ફિઝિકલ શક્તિ વધારવા માટે શું કરવું તે અંગેના હતા. કાઉન્સેલરોના મતે, કોરોના થયેલા બાળકો મેન્ટલ ટ્રોમામાંથી પસાર થઇ રહ્યા છે. એમના વ્યવહાર અને વર્તન પરથી જ ખબર પડે છે કે આ બાળક હજી ડરમાં જ જીવે છે.

ડરને લીધે બાળકોમાં આ પ્રકારની તકલીફ છે

  • સ્વાદ જતો રહેવો
  • રોજિંદો ખોરાક ઓછો થઇ જવો
  • લુઝ મોશન
  • લાંબા સમય સુધી ગળામાં ખીચખીચ રહેવી
  • અશક્તિ રહેવી
  • મસલ્સમાં દુખાવો
  • ઊંઘ ઓછી થઈ જવી.

ઓનલાઇન કાઉન્સેલિંગથી પ્રશ્ન હલ કરાય છે
અમે હેલ્પ લાઇન કોવિડ માટે કરી હતી, પરંતુ મોટાભાગના કોલ પોસ્ટકોવિડની સમસ્યાના છે. જે બાળકોને જરૂર હોય તેઓનું ઓનલાઇન કાઉન્સેલિંગ થાય છે અને જેને ટ્રીટમેન્ટની જરૂર હોય તેઓનું ઓનલાઇન કન્સલ્ટિંગ કરીએ છીએ. - મનન ચોક્સી, સ્કૂલ સંચાલક

અન્ય સમાચારો પણ છે...