ST બસ સેવા:ગુજરાતમાં કોરોના કાબૂમાં આવતાં એસટી બસ સુવિધામાં વધારો, 14500 ટ્રીપ વધારીને 24000 કરાઈ

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર- રાજ્યમાં હવે કેપિસિટીના 75 ટકા મુસાફરો સાથે બસ સેવા શરૂ કરવા સરકારની પરવાનગી - Divya Bhaskar
ફાઈલ તસવીર- રાજ્યમાં હવે કેપિસિટીના 75 ટકા મુસાફરો સાથે બસ સેવા શરૂ કરવા સરકારની પરવાનગી
  • રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ મળતાં રાજ્યમાં 5800 ટ્રીપનું ઓપરેશન ચાલી રહી છે
  • 25 જૂન બાદ લોકોનો એસ.ટી બસમાં ધસારો વધ્યો, આવકમાં રૂ. 5 કરોડની નજીક પહોંચી

કોરોના કાળમાં સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાજ્ય સરકારે ઘણી સુવિધાઓ પર પ્રતિબંધ મૂક્યા હતા. અત્યાર સુધી તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને જાહેર સેવાઓ પર પ્રતિબંધ હતા. જેમાં સિટી બસ સેવા અને એસ.ટી બસ સેવા અમુક નિર્ધારિત રૂટ પર જ ચાલતી હતી. સાથે 50 ટકા મુસાફરોની જ પરવાનગી સાથે તેનું સંચાલન થતું હતું. જેમાં એસ.ટી નિગમને ઘણું નુકસાન થયું છે. હવે કેપિસિટીના 75 ટકા મુસાફરો સાથે બસ ચલાવવા માંટે પરવાનગી મળતા લોકો પણ આ સેવાનો લાભ લઇ રહ્યા છે.

મુસાફરોની સુવિધા માટે આગામી સમયે ટ્રીપ વધારાશે
એસ.ટી વિભાગના પી.આર.ઓ. કે.ડી દેસાઈએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના કાળ બાદ હવે સ્થિતિ સામાન્ય થતાં સરકારે એસ.ટી બસને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી છે. સાથે કેપિસિટીના 75 ટકા મુસાફરોને બેસાડવા માટેની પરવાનગી આપી છે. જેથી હવે એસટી વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. લોકોનો ઘસારો જોતાં અગાઉ ચાલતી 14500 ટ્રીપને વધારીને 24 હજાર કરી દેવામાં આવી છે. મુસાફરોની અવરજવર વધતા હજુ આગામી સમયમાં પણ ટ્રીપ વધારવામાં આવશે.

ફાઈલ તસવીર- એસ.ટી વિભાગે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન 5800 ટ્રીપ ઓપરેટ કરી
ફાઈલ તસવીર- એસ.ટી વિભાગે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન 5800 ટ્રીપ ઓપરેટ કરી

રાત્રિ કર્ફ્યૂ દરમિયાન 5800 ટ્રીપ ઓપરેટ
25 તારીખ બાદ એસ.ટી વિભાગે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન 5800 ટ્રીપ ઓપરેટ કરી છે અને તેમાં એસ.ટી વિભાગની આવકમાં વધારો થયો છે. જેમાં 25 જૂન બાદ અત્યાર સુધીની આવક રૂ. 5 કરોડની નજીક પહોંચી ગઈ છે. જોકે તમામ લોકોને અમે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવા માટે ટકોર કરતાં હોઈએ છીએ અને હજુ પણ આવનારા સમયમાં અમે મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ટ્રીપ વધારીશું.

ફાઈલ તસવીર- તાઉ-તેને પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં બસ સેવા ખોરવાઈ હતી
ફાઈલ તસવીર- તાઉ-તેને પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં બસ સેવા ખોરવાઈ હતી

તાઉ-તે વાવાઝોડાના કારણે પણ બસ સેવા ખોરવાઈ હતી
તાઉ-તે વાવાઝોડાના કારણે પણ થોડા દિવસ અસરગ્રસ્ત વિસ્તારમાં બસ સેવાઓ ખોરવાઈ હતી. પરંતુ સ્થિતિ સામાન્ય થતાં પ્રતિબધ હટાવીને છૂટછાટ આપવામાં આવી છે. જેમાં હાલ એસ.ટી બસમાં લોકોનો ધસારો વધતાં હવે એસ.ટી નિગમે બસની ટ્રીપ પણ વધારી દીધી છે.