તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળી અને નવા વર્ષ બાદ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં મેયર બીજલ પટેલ, ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, સ્ટેન્ડિંગ ચેરમેન અમુલ ભટ્ટ અને દંડક રાજુભાઇ ઠાકોરે અમદાવાદીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આજની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પશ્ચિમ ઝોનમાં એટલે કે, નારણપુરા, સાબરમતી, વાસણા, નવરંગપુરા, ચાંદખેડા, રાણીપ, ઘાટલોડિયા, વાડજ, ઉસ્માનપુરા વિસ્તારમાં રહેતા અમદાવાદીઓને મ્યુનિસિપલ કોર્પોરેશનના હોલ-પાર્ટીપ્લોટના ભાડામાં ડિપોઝીટમાં ભાવ વધારાની ભેટ આપી છે. પશ્ચિમ ઝોનમાં આવતા નવ હોલ- પાર્ટીપ્લોટમાં ડિપોઝીટની રકમમાં વધારો કરી રૂ. 10000 કરી દેવામાં આવી છે.
પશ્ચિમ ઝોનમાં પાર્ટીપ્લોટ-હોલની ડિપોઝીટની રકમ રૂ.10000 ફિક્સ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે divyabhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પશ્ચિમ ઝોનમાં આવેલા પાર્ટીપ્લોટ અને હોલમાં ડિપોઝીટની રકમ ઓછી હતી જેમાં GST અને અન્ય ટેક્સ મળી રકમ વધી જતી હતી જેથી હવે ફિક્સ ડિપોઝીટની રકમ રૂ. 10000 નક્કી કરી દેવામાં આવી છે. જો રકમ ન વપરાય તો ડિપોઝીટ પરત કરવામાં આવે છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપ શાસક પક્ષ દ્વારા આ વધારાને મંજૂરી આપી
વર્ષ 2013થી મ્યુનિસિપલ કોર્પોરેશનના હોલ અને પાર્ટીપ્લોટના ભાડા અને ડિપોઝીટની રકમ નક્કી કરવામા આવી છે જેમાં પશ્ચિમ ઝોનમાં આવેલા નવ પાર્ટીપ્લોટ અને હોલમાં નક્કી થયેલી ડિપોઝીટની રકમ રૂ. 10000થી ઓછી છે જેને એસ્ટેટ વિભાગ દ્વારા ડિપોઝીટની રકમમાં વધારો કરવા સૂચવવામાં આવ્યું હતું જેથી આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપ શાસક પક્ષ દ્વારા આ વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે. નવેસરથી ડિપોઝીટની રકમ રૂ. 10000 કરી દેવામાં આવી છે.
ક્યાં ક્યાં પાર્ટીપ્લોટમાં ડિપોઝીટ વધી (હાલની ડિપોઝીટ રકમ)
હોલ | વિસ્તાર | રકમ |
પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ | કાળીગામ સાબરમતી | 3200 |
નવદીપ કોમ્યુનીટી હોલ | નારણપુરા | 8000 |
સ્વલાયન શરદ મહેતા ગાર્ડન પાર્ટીપ્લોટ | મેમનગર | 4000 |
સાબરમતી બેંક પાર્ટીપ્લોટ | સાબરમતી ફાયર સ્ટેશન પાસે | 6400 |
સ્વ વિઠ્ઠલદાસ એસ પટેલ પાર્ટીપ્લોટ | સાબરમતી | 4000 |
વાડજ પાર્ટીપ્લોટ | નવાવાડજ | 7500 |
કાળીગામ ક્લચર સેન્ટર | વલ્લભપાર્ક પાસે, ડિકેબિન | 4000 |
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.