અમદાવાદમાં રોગચાળો વકર્યો:શિયાળાની સિઝનમાં પણ ઝાડા-ઉલટી, ટાઇફોઇડ અને ડેન્ગ્યુના કેસોમાં વધારો, ત્રણ મહિનામાં ઓરીના 600 કેસો

અમદાવાદએક મહિનો પહેલા

અમદાવાદ શહેરમાં શિયાળાની સિઝન દરમિયાન પણ રોગચાળો વાપર્યો છે માત્ર શરદી, ઉધરસ અને તાવના જ કેસોમાં પરંતુ ઝાડા-ઉલટી, ટાઇફોઇડ અને ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો થયો છે. ઉનાળા અને ચોમાસા દરમિયાન વધતા કેસો એવા ઝાડા ઉલટી અને ટાઈફોઈડના કેસો વધ્યા છે. જ્યારે બાળકોના ઓરીના કેસોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં બાળકોમાં ઓરીના 600થી વધુ કેસો નોંધાયા છે. ડિસેમ્બરના મહિનામાં ટાઇફોઇડના 365, ઝાડા ઉલ્ટીના 369, કમળાના 316 અને ડેન્ગ્યુના 181 જેટલા કેસો નોંધાયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ગત વર્ષો કરતા ચાલુ વર્ષે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ડિસેમ્બર મહિનામાં પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 365, ઝાડા ઉલટીના 369 અને કમળાના 316 કેસો તેમજ કોલેરાનો 0 કેસ નોંધાયો છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. ડેન્ગ્યુના 181, મેલેરિયાના 23, ચિકનગુનિયાના 12 અને ઝેરી મેલેરિયા 11 કેસો નોંધાયા છે.

શહેરમાં બાળકોમાં છેલ્લા ત્રણ મહિનામાં ઓરીના કેસોમાં મહિનામાં વધારો થયો છે. રોજના 10 જેટલા ઓરીના કેસો આવી રહ્યાં હતાં. છેલ્લા ત્રણ મહિનામાં કેસોમાં વધારો જોવા મળ્યો હતો. ઓક્ટોમ્બરમાં 115, નવેમ્બર 337 અને ડિસેમ્બર 134 કેસો ઓરીના નોંધાયા હતા. વર્ષ દરમિયાન 743 કેસો નોંધાયા હતા. નવ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકોમાં ઓરીના કેસો જોવા મળે છે. ઓરીની રસી જે બાળકોએ મુકાવી ન હોય અથવા માત્ર એક જ ડોઝ લીધો હોય તેમજ રસી ન લીધી હોય તેવા બાળકોમાં ઓરીના કેસો જોવા મળ્યા છે. નાના બાળકોને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વિવિધ એનજીઓ અને સંસ્થાઓ મળી અને આ બાબતે જાગૃતિ ફેલાવવાની કામગીરી પણ કરી રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી ડિસેમ્બર મહિનામાં 3143 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 71 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.

વર્ષ 2022 દરમિયાન નોંધાયેલા કેસો

સાદા મેલેરિયાના કુલ 1274 કેસ

ઝેરી મેલેરિસાના કુલ 179 કેસ

ડેન્ગ્યુના કુલ 2538 (વર્ષ દરમિયાન 3 મોત)

ચીકુનગુનિયા કુલ 278 કેસ

ઝાડા ઉલ્ટીના કુલ 6604 કેસ

કમળાના કુલ 2508 કેસ

ટાઇફોઈડના કુલ 3138 કેસ

કોલેરાના કુલ 34 કેસ

અન્ય સમાચારો પણ છે...