તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, એવામાં કેન્દ્ર સરકારે આવાં રાજ્યોને સઘન રીતે કોન્ટેક ટ્રેસિંગ કરવાના આદેશો કર્યા છે, જેમાં દરેક કોરોનાના કેસ પર ઓછામાં ઓછા 30 લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું જોઈએ. આ સિવાય કોરોનાની બીજી લહેરને રોકવા જિલ્લા કેન્દ્ર દ્વારા રણનીતિ તૈયાર કરવા પર કેન્દ્રએ ભાર મૂક્યો છે.
કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા સઘન બનાવો
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કોરોનાની બીજી લહેરને રોકવા માટે કહ્યું છે કે પ્રત્યેક જિલ્લામાં ક્યાં કેસ વધી રહ્યા છે, કેટલા વધી રહ્યા છે એ માટેનો એક્શન પ્લાન તૈયાર કરી એ અનુસાર કામ કરવું જોઈએ. ખાસ કરીને જ્યાં વધારે કેસ નોંધાય છે ત્યાં મોટા કન્ટેન્મેન્ટ ઝોન બનાવવા જોઇએ અને સાથે જ કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા પણ સઘન બનાવવી જોઈએ.
જિલ્લા-શહેરોમાં પ્રશાસનિક ખામીઓને દૂર કરો
આ સાથે જ રાજ્યોને એ વિસ્તાર અને હોસ્પિટલની પણ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ, જ્યાં કોરોનાના દર્દીનાં મોત વધુ પ્રમાણમાં થાય છે એ જિલ્લા કે શહેરોમાં પ્રશાસનિક ખામીઓને દૂર કરવા માટે તરત જ પગલાં ભરવાના આદેશ કરવામાં આવ્યાં છે.
રાજ્યમાં એક વર્ષથી કોરોના અપડાઉન
ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી કોરોના અપડાઉન થતો રહ્યો છે. અધિકારીઓ કોરોના સંક્રમણ ખાળવા ગત વર્ષે રાત-દિવસ મહેનત કરતા હતા. ગત વર્ષે કોરોના કાબૂમાં લેવા માટે આરોગ્ય સેતુ એપ ઉપરાંત પોઝિટિવ દર્દી કોના કોન્ટેકટમાં આવ્યો છે તેના મોબાઈલ લોકેશન પરથી કોન્ટેકટ ટ્રેસિંગની કામગીરી કરવામાં આવતી હતી અને પોઝિટિવ વ્યક્તિ જેટલાના સંપર્કમાં આવી હતી એ તમામના ટેસ્ટિંગ કરવામાં આવતા હતા. આ વખતે આ કામગીરી કરવામાં આવતી નથી.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 2640 નવા કેસ નોંધાયા છે, જેમાં 2360 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 3-3 તથા વડોદરા શહેર અને ભરૂચમાં 1-1 મળી કુલ 11 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં મૃત્યુઆંક 4539એ પહોંચ્યો છે. અગાઉ ડિસેમ્બરના મધ્યમાં 15મીએ આટલાં મોત નોધાયાં હતાં. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 94.21 ટકા છે, સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 13 હજારને પાર થઈ ગયો છે તેમજ અત્યારસુધીમાં 2 લાખ 94 હજાર 650 દર્દી ડિસ્ચાર્જ થયા છે, જ્યારે 13,401 દર્દીની હાલત સ્થિર છે.
રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં
રાજ્યમાં રેકોર્ડબ્રેક વેક્સિનેશન કરાયું છે અને 4 લાખ 40 હજાર 346ને વેક્સિન અપાઈ હતી. અત્યારસુધી 57 લાખ 75 હજાર 904 લોકોને પ્રથમ ડોઝ અને 7 લાખ 30 હજાર 124 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 65 લાખ 6 હજાર 28નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 3 લાખ 51 હજાર 802 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 29 હજાર 137ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યારસુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.