રાહત:RTOમાં લાઇસન્સ માટે એપોઈન્ટમેન્ટમાં વધારો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાઈસન્સ ઉપરાંત વાહન અને ડીએ વિભાગમાં કુલ એપોઈન્ટમેન્ટમાં 250નો ઉમેરો કરવામાં આવ્યો

આરટીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન સર્વિસ સેવામાં કુલ 200 એપોઇન્ટમેન્ટ વધારાઈ છે. અરજદારોના ધસારા અને સરકારની 30 સપ્ટેમ્બર સુધીની સમય મર્યાદાને ધ્યાનમાં રાખી એપોઇન્ટમેન્ટ વધારવાનો નિર્ણય કરાયો છે.

આરટીઓમાં ઓનલાઇન અરજી કરનાર અરજદારોને બે મહિના પછીની એપોઇન્ટમેન્ટ મળે છે. લૉકડાઉનમાં વાહનના ડ્રાઈવિંગ લાઈસન્સની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોય તેવા અરજદારોને સરકાર દ્વારા ૩૦મી સપ્ટેમ્બર સુધીનો સમય વધારી આપવામાં આવ્યો છે. રાજ્યની તમામ આરટીઓને ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં વર્તમાન કામગીરીની સાથે લૉકડાઉનના અરજદારોને આવરી લેવા તાકીદ કરાઈ છે. બીજીબાજુ આરટીઓમાં બે મહિના સુધી એપોઇન્ટમેન્ટ નો ભરાવો થઈ ગયો છે. 

સુભાષ બ્રિજ આરટીઓ બી.વી.લીંબાસીયા કહ્યું કે, આરટીઓમાં હાલ સ્થિતિ સામાન્ય થતી જાય છે. જેના પગલે ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન અને ડી.એ. વિભાગમાં કુલ 250 એપોઇન્ટમેન્ટ વધારાઈ છે. 

અન્ય સમાચારો પણ છે...