તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દિવ્ય ભાસ્કરની અમદાવાદ ઓફિસ પર આવકવેરાના વહેલી સવારે 5 વાગ્યે દરોડા

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
'દિવ્ય ભાસ્કર'ની અમદાવાદ ઓફિસની તસવીર. - Divya Bhaskar
'દિવ્ય ભાસ્કર'ની અમદાવાદ ઓફિસની તસવીર.
  • IT તથા પોલીસની ટીમે દિવ્ય ભાસ્કરના પત્રકારોના મોબાઇલ જપ્ત કરી કલાકો બેસાડી રાખ્યા

દૈનિક ભાસ્કર જૂથના 'દિવ્ય ભાસ્કર' અખબારની અમદાવાદ એસજી હાઈવે સ્થિત ઓફિસ સંકુલ પર ગુરુવારે પરોઢિયે આવકવેરા (આઈટી) વિભાગે દરોડા પડ્યા છે. સવારે 5 વાગ્યાની આસપાસ આઈટીની ટીમ પોલીસના કાફલા સાથે દિવ્ય ભાસ્કર બિલ્ડિંગે ધસી આવી હતી.

ITની ટીમ ઉપરાંત પોલીસનો કાફલો રેડ પાડવા ધસી આવ્યો
વહેલી સવારે આઈટીની ટીમ અને પોલીસની ટીમે આ દરોડા પાડ્યા છે. એ સમયે દિવ્ય ભાસ્કર ડિજિટલ ન્યૂઝ એપની નાઈટ ટીમના કર્મચારીઓ પત્રકારો મોજૂદ હતા. આઈટીની ટીમે ડિજિટલની નાઈટ ટીમના સાતેક પત્રકારોના મોબાઈલ તરત સ્વિચ-ઓફ કરાવીને જપ્ત કરી લીધા હતા. ત્યાર બાદ પત્રકારોની પૂછપરછ કરી હતી.

શું તમે દિવ્ય ભાસ્કરના નીડર પત્રકારત્વની સાથે છો? જવાબ આપવા માટે અહીં ક્લિક કરો...

નાઈટ ટીમના પત્રકારોની દોઢેક કલાક પૂછપરછ કર્યા બાદ કામ પર પાછા જવા દીધા
આઈટીની ટીમે આશરે દોઢેક કલાક સુધી ડિજિટલના પત્રકારોની પૂછપરછ કરી હતી. ત્યાર બાદ તેમને તેમની ન્યૂઝ અપડેશનની કામગીરી કરવા સંકુલમાં તેમના વર્ક સ્ટેશન પર જવા દીધા હતા, પરંતુ તેમના મોબાઈલ જપ્ત કરી રાખ્યા હતા. નાઈટ ટીમની કામગીરી સવારે આઠેક વાગ્યે પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ સવારે 11.30 વાગ્યા સુધી આ પત્રકારોને બેસાડી રાખ્યા બાદ તેમનાં નામ-સરનામાં-ફોન નંબર સહિતની વિગતો નોંધીને જવા દેવાયા હતા.

સવારથી જે પણ કર્મચારી-પત્રકાર આવે તેના ડોક્યુમેન્ટ, ફોન જપ્ત કર્યા
ઉલ્લેખનીય છે કે 'દિવ્ય ભાસ્કર' ડિજિટલ ન્યૂઝ એપ ચોવીસે કલાક કાર્યરત રહે છે અને રિયલ ટાઈમ ન્યૂઝ અપડેટ આપે છે. એની સવારની શિફ્ટમાં આશરે સાતેક વાગ્યાથી પત્રકારો તથા કર્મચારીઓ આવવાના શરૂ થયા હતા. જે પણ પત્રકાર કે અન્ય કર્મચારી આવે, તેની પાસેથી ડોક્યુમેન્ટ તેમજ મોબાઈલ ફોન ITની ટીમે જપ્ત કરી લીધા હતા. તમામ પત્રકારોની આશરે બે કલાક સુધી પૂછપરછ કર્યા પછી જ તેમના વર્ક સ્ટેશન પર જવા દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...