ટ્રિબ્યુનલનો ચુકાદો:બાકી લેણાં પર ઇન્કમટેક્સ ન વસૂલી શકાય; ITના નિર્ણયને શહેરના વેપારીએ પડકાર્યો હતો

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • IT અધિકારીએ કરેલી આકારણી રદ કરાઈ

તાજેતરમાં અમદાવાદની ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલે મહત્વના ચુકાદામાં ઠેરવ્યું છે કે, કોઇ વેપારીએ ધંધાને લગતા વ્યવહારો કર્યા હોય અને તેમની બેલેન્સશીટમાં લેણાં બાકી બોલતા હોય તો તેની ઉપર ઇન્કમટેક્સ લાગુ ન પડે. શહેરના એક વેપારીના બેલેન્સશીટમાં લેણા બાકી હોવાથી ઇન્કમટેક્સ અધિકારીએ તેના ઉપર ટેક્સની આકારણી કરી હતી. ટ્રિબ્યુનલે આ આકારણી રદ કરતા જણાવ્યું કે, આવા બાકી લેણાંને બોગસ ન ગણી શકાય અને તેના પર ટેક્સની વસૂલાત ન કરી શકાય.

તાજેતરમાં અમદાવાદના એક વેપારીના કિસ્સામાં આકારણી દરમિયાન વેપારીએ લેણદેણના વ્યવહાર રજૂ કર્યા હતા જેને ઇન્કમટેક્સ અધિકારીએ શંકાસ્પદ ગણાવી માન્ય રાખ્યા ન હતા. આમ આ વ્યવહારોને આવકમાં ઉમેરી તેના ઉપર 30 ટકા ટેકસ લગાડી તેની આકારણી કરવામાં આવી હતી. આમ વેપારીના લેણાં રકમને આવક ગણી તેની ઉપર ટેકસની રિકવરી કરવામાં આવી હતી. જેને લઇને કરદાતાએ અમદાવાદ ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી. ટ્રિબ્યુનલે નોંધ્યુ હતું કે, જ્યારે વેપારી માલની ખરીદી કરે અને તેનું પેમેન્ટ ઓનલાઇન બેંકથી કરવામાં આવ્યું હોય ત્યારે તે વ્યવહારોને શંકાસ્પદ ગણી શકાય નહીં. તેમજ તેને આવકમાં ઉમેરી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...