તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ અપીલ:ઈન્કમટેક્સ પાસે અકસ્માત બાદ યુવતી કોમામાં સરી પડી, રત્ન કલાકાર પિતાએ દીકરીની સારવાર માટે લોકોની મદદ માગી

અમદાવાદ6 મહિનો પહેલા
ઈજાગ્રસ્ત ધારિકા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં છે અને તેના પિતા સારવાર ખર્ચ માટે મદદ માગી છે
  • યુવતી પર એક ઓપરેશન કરવામાં આવ્યું અને હાલ કોમામાં
  • પહેલા સિવિલ બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી

રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત શહેરના ઈન્ડિયા કોલોની વિસ્તારમાં રહેતી યુવતી માટે અકસ્માતમાં સાચી સાબિત થઈ છે. ઈન્કમ ટેક્સ બ્રિજ પાસે મિત્ર સાથે બપોરે ઓફિસથી જતાં અકસ્માત થતાં યુવકનું મોત થયું હતું અને યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રત્ન કલાકાર પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી સોશિયલ મિડિયામાં વિડિયો વાઈરલ કરી પિતા લોકો પાસે મદદ માગી રહ્યા છે.

યુવતીનું એક ઓપરેશન કરાયું છે
યુવતીના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે, જેથી યુવતીને નવી જિંદગી આપવા સારવારનો ખર્ચ ખૂબ જ વધુ હોવાથી પિતાએ લોકોને આર્થિક મદદ માટે આજીજી કરી છે. પિતાએ પોતાની દીકરીને બચાવવા મદદ માટેનો એક વિડિયો બનાવી સોશિયલ મિડિયામાં વાઇરલ કર્યો છે. યુવતી પર એક ઓપરેશન કરવામાં આવ્યું છે અને હાલ કોમામાં છે.

અકસ્માતમાં બાઈકચલાવતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું
અકસ્માતમાં બાઈકચલાવતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું

યુવતી નવરંગપુરા નોકરી કરતી
ઇન્ડિયા કોલોની વિસ્તારમાં માતૃશકિત સોસાયટીમાં રાજેશ પટેલ નામના વ્યક્તિ તેમની પત્ની, બે મોટી દીકરી અને દીકરા સાથે રહે છે. મોટી દીકરી ધારીકા પટેલ નવરંગપુરા ખાતે નોકરી કરતી હતી. સોમવારે (15 ફેબ્રુઆરી) ઇન્કમટેક્સ બ્રિજ પાસે મિત્રના પાછળ બેસી જતી હતી. ત્યારે અકસ્માત સર્જાતા તેના મિત્રનું મોત થયું હતું, જ્યારે ધારીકાને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે પહેલા સિવિલ બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.સારવારનો રોજનો રૂ. 25 હજાર ખર્ચ હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ખૂબ જ વધુ છે. રોજના રૂ. 25 હજાર ખર્ચ થતાં આર્થિક રીતે અસક્ષમ પિતા રાજેશ પટેલ એકદમ વ્યથિત ગયા હતા. એક બાજુ દીકરીને બચાવવી છે, જેથી તેઓએ આર્થિક મદદ માટે સોશિયલ મિડિયામાં વિડિયો બનાવી લોકોને મદદ કરવા અપીલ કરી છે.

રત્નકલાકાર પિતાની લોકોને મદદ માટે અપીલ
રાજેશ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું બાપુનગર હીરા ઘસવાનું કામ કરું છું. મારી દીકરી ધારીકા નોકરી કરી ઘરમાં મદદ કરતી હતી. આર્થિક પરિસ્થિતિ નબળી છે. હોસ્પિટલમાં દીકરીની સારવાર અને ઓપરેશનનો ખર્ચ 15 લાખ જેટલો થાય છે. મારે સહાયની જરૂર છે જેથી લોકો મને મદદ કરે જેથી દીકરીને બચાવી શકાય. મારા એકાઉન્ટ નંબર સહિતની માહિતી સોશિયલ મિડિયામાં આપી છે. કેટલાક લોકોના મદદ માટે ફોન પણ આવ્યા છે અને મદદરૂપ થાય તે માટે રકમ પણ જમા કરાવી છે. લોકોને અપીલ છે કે જે આર્થિક સહાય થાય તે બેકમાં જમા કરાવે.

કોમામાં સરેલી દીકરીની સારવાર માટે પિતાએ લોકોને મદદ કરવા અપીલ કરી હતી
કોમામાં સરેલી દીકરીની સારવાર માટે પિતાએ લોકોને મદદ કરવા અપીલ કરી હતી

બેંકની વિગત આપી
સોશિયલ મિડિયામાં વાઈરલ કરાયેલા મેસેજમાં ઈજાગ્રસ્ત અને કોમાં સરી પડેલી ધારીકાની સારવાર માટે તેની બહેને જાનવીનું બેંક એકાઉન્ટ ડિટેઈલ આપીને લોકોને મદદ માટે વિનંતી કરી છે. ઠક્કરબાપાનગર બ્રાન્ચની ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સની જાનવી રાજેશભાઈ પટેલના એકાઉન્ટ નંબર 01212413000658 અને IFSC કોડ: ORBC0100121 પર મદદ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...