ગુજરાત યુનિવર્સિટી:B.Scના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં 6751નો સમાવેશ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએસસી વિદ્યાશાખાની બેઠકો પરના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની ગુરુવારે જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત 6751 વિદ્યાર્થીઓનો પ્રોવિઝનલ મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ગુજરાત બોર્ડના 6417 વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મેરિટમાં અન્ય બોર્ડના 264 વિદ્યાર્થીઓ છે.

અગાઉ ફર્સ્ટ યર બીએસસીના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તારીખની જાહેરાત 13મી સપ્ટેમ્બરે થવાની હતી, પરંતુ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 28મી ઓગસ્ટથી 30મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન ચકાસણી કરવાની બાકી હોવાથી 13મી સપ્ટેમ્બરના બદલે 16મી સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થીઓનું ફાઇનલ મેરિટ લિસ્ટ 19મી સપ્ટેમ્બર, રવિવારે સાંજે જાહેર કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએસસી પ્રવેશ કમિટી તરફથી શૈક્ષણિક વર્ષ 2021-2022ને માટે અમદાવાદ, ગાંધીનગર સહિતની કુલ 37 કોલેજોની 14066 બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પ્રથમ વર્ષ બીએસસી કોલેજમાં પ્રવેશ ઇચ્છુક 12 હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેની સામે આ વર્ષે પ્રથમ વર્ષ બીએસસીમાં 6752 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...