તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિલ્ડરના આપઘાત કેસ:અમદાવાદના નરોડામાં NRI સહિત 3 સામે દુષ્પ્રેરણાનો ગુનો, મઠિયા ગામના ખેતરની ઓરડીમાં બિલ્ડરે ઝેરી દવા પીધી હતી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નફો ન આપવો પડે માટે હેરાન કરતા હોવાનું સુસાઇડ નોટમાં આક્ષેપ

નરોડામાં બિલ્ડિંગ કન્સ્ટ્રકશનના ધંધા સાથે સંકળાયેલા આધેડના મોત મામલે પોલીસે એક એનઆરઆઈ સહિત ત્રણ વ્યકિતઓ વિરુદ્ધ દૂષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસસૂત્રો અનુસાર નિકોલમાં રહેતા બિલ્ડર મધુ ડોબરિયાના પુત્ર ચેતન પર ગઈ 7 મેના રોજ મિત્રનો ફોન આવ્યો હતો કે તેમના પિતાને હાર્ટએટેક આવ્યો હોવાથી તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કર્યાં હતા. આ મામલે તેમને જાણવા મળ્યું હતું કે, તેમના પિતા મઠિયા ગામમાં આવેલા તેમના મકાનની ઓસરીમાં સૂતા હતા. બપોરથી રાત સુધીમાં પણ તેઓ ઉઠ્યા ન હોવાથી તપાસ કરતા મોંઢામાંથી ફીણ નીકળતા હોસ્પિટલ લઈ જવાયા હતા.

બીજા દિવસે નરોડા પોલીસે તપાસ કરતા મધુભાઈ જે ખાટલા પર સૂતા હતા તેની પાસે પડેલી થેલીમાં મધુભાઈના હાથે લખાયેલી ચીઠ્ઠી અને જંતુનાશક દવા મળી હતી. ચીઠ્ઠીના આધારે પોલીસે મધુભાઈને આપઘાત કરવા માટે પ્રેરવા બદલ રાકેશ ગોહીલ(અનમોલ બંગ્લોઝ, આણંદ), વિનોદ તોગડિયા(હરીહરાશ્રય બંગ્લોઝ, થલતેજ) અને એનઆરઆઈ પ્રભુદાસ પટેલ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જમીનમાં 20% નફો આપવા કહી ફરી ગયા
​​​​​​​મધુભાઈએ મરતા પહેલી લખેલી ચીઠ્ઠીમાં જણાવ્યા અનુસાર તેમના મિત્ર પ્રભુદાસ પટેલે તેમની સાથે રતનપુર ખાતે આવેલી જમીનમાં 20 ટકા નફો આપવાનું નક્કી કર્યું હતું. જોકે, પાછળથી તેમને અન્યાય કર્યો હોઈ તેઓ આ પગલું ભરી રહ્યાં હોવાનું જણાવ્યું હતંુ. મધુભાઈએ ચિઠ્ઠીમાં પ્રભુદાસભાઈને કડક સજા થાય તેવું પણ લખાણ લખ્યંુ હતું.

મધુભાઈએ પહેલેથી આશંકા વ્યક્ત કરી હતી
પોલીસ ફરિયાદ અનુસાર મધુભાઈએ તેમના પુત્રને કહ્યું હતું કે, મને નફામાં ભાગ આપવો ના પડે તે માટે આ લોકો મને ખોટી રીતે જમીનના કેસમાં ફસાવી દેશે. રાકેશ ગોહિલ અને વિનોદ તોગડિયા બંને મને અવારનવાર બહાર મળવા બોલાવી આ જમીનમાંથી નીકળી જવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આ લોકોએ મને હેરાન પરેશાન કરી નાખ્યો છે, એના કરતા તો હું જાતે જ મરી જાઉ તો વધારે સારું તેવું કહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...