તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Incentive Award To Principals Of 3 Best Schools Of Gujarat By The Minister Of Education, Matruchhaya Kanya Vidyalaya Of Kutch Bhuj First

સર્વશ્રેષ્ઠ શાળા:રાજ્યની ત્રણ સર્વશ્રેષ્ઠ શાળાઓના સંચાલકોને શિક્ષણમંત્રીના હસ્તે પ્રોત્સાહક ઈનામ, કચ્છ-ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય પ્રથમ રહી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
2013-14થી 'શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક ઇનામ' યોજના શરૂ કરાઈ છે - Divya Bhaskar
2013-14થી 'શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક ઇનામ' યોજના શરૂ કરાઈ છે
  • રાજ્યની શાળાઓની ગુણવત્તા સર્વોત્તમ કક્ષાએ લઈ જવા અમલમાં મુકાયેલી 'શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક ઇનામ' યોજના અંતર્ગત ઈનામ
  • પ્રથમ ક્રમે રૂ.5 લાખ, દ્વિતીય ક્રમે રૂ. 2 લાખ અને તૃતીય ક્રમે આવેલી શાળાને રૂ. 2 લાખ ઇનામ આપી પ્રમાણપત્ર તેમજ ટ્રોફી એનાયત

રાજ્યની શાળાઓની ગુણવત્તા સર્વોત્તમ કક્ષાએ લઈ જવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શાળાઓને પ્રોત્સાહક ઇનામ આપવા અંગે વર્ષ 2013-14થી શરૂ કરવામાં આવેલી 'શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક ઇનામ' યોજના અંતર્ગત આજે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાજ્યકક્ષાએ પસંદગી પામેલી ત્રણ સર્વશ્રેષ્ઠ શાળાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે આવેલી કચ્છ-ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયને રૂ.5 લાખ, દ્વિતીય ક્રમે આવેલી શાળાને રૂ.3 લાખ અને તૃતીય ક્રમે આવેલી શાળાને રૂ.2 લાખ ઇનામ પેટે આપી શિક્ષણમંત્રીના હસ્તે પ્રમાણપત્ર તેમજ ટ્રોફી એનાયત કરી શાળા સંચાલકોને યોગ્ય પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યું હતું.

પ્રોત્સાહક ઈનામ આપી સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત
વર્ષ 2020-21માં જિલ્લા કક્ષાએ કુલ 62 શાળાને આ યોજનાનો લાભ મળ્યો છે. તે પૈકી રાજ્ય કક્ષાએ પસંદગી પામેલી ત્રણ શાળાઓના સંચાલકોને આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તેમના કાર્યાલય ખાતે પ્રોત્સાહક ઈનામ આપી સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમે પસંદગી પામેલી કચ્છ જિલ્લાની ભુજ ખાતે આવેલી માતૃછાયા કન્યા વિધાલયને રૂ.5 લાખ, દ્વિતીય ક્રમે પસંદગી પામેલી જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયને રૂ. 3 લાખ અને તૃતીય ક્રમે પસંદગી પામેલી વડોદરા જિલ્લાના વાઘોડિયામાં આવેલી વિવેકાનંદ ઉચ્ચતર ઉ.બુ.વિદ્યાલયને રૂ. 2 લાખ પ્રોત્સાહક ઈનામ આપી તેના સંચાલકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

જિલ્લા-રાજ્ય કક્ષાની શાળાઓ શ્રેષ્ઠ શાળા બનવા પ્રેરાય તે આશય યોજના શરૂ કરાઈ હતી
જિલ્લા-રાજ્ય કક્ષાની શાળાઓ શ્રેષ્ઠ શાળા બનવા પ્રેરાય તે આશય યોજના શરૂ કરાઈ હતી

રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શાળાને પ્રોત્સાહક ઈનામ આપવાની યોજના
જિલ્લા-રાજ્ય કક્ષાની શાળાઓ શ્રેષ્ઠ શાળા બનવા પ્રેરાય તે આશય સાથે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શાળાને પ્રોત્સાહક ઈનામ આપવાની યોજના વર્ષ 2013-14થી અમલી બનાવવામાં આવી છે. દર વર્ષે શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક ઈનામ યોજના અંતર્ગત દરેક જિલ્લાની 1થી 3 ક્રમની શ્રેષ્ઠ શાળાને રૂ. 1 લાખ ઈનામ પેટે આપવામાં આવે છે. જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલી શાળાની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી થાય છે, ત્યારબાદ તમામ જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવેલી શાળાઓ પૈકી રાજ્યકક્ષાની પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકની શ્રેષ્ઠ શાળા પસંદ કરવામાં આવે છે. રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે પસંદગી પામેલી શાળાને રૂ.5 લાખ, દ્વિતીય ક્રમે પસંદગી પામેલી શાળાને રૂ. 3 લાખ અને તે જ રીતે તૃતીય ક્રમે આવેલી શાળાને રૂ. 2લાખ ઈનામ પેટે આપવામાં આવે છે.

જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલી શાળાની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી થાય છે
જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલી શાળાની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી થાય છે

શાળા સંચાલકો અને અધિકારીઓ હાજર રહ્યા
આ પ્રસંગે કમિશનર શાળાઓની કચેરીના કમિશનર એસ.એ. પટેલ, સંયુક્ત શિક્ષણ નિયામક એચ.એન.ચાવડા તેમજ આ યોજના અંતર્ગત રાજ્યકક્ષાએ પસંદગી પામેલા શાળાઓના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...