અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આઇઓસી રોડ પર માનસરોવર ચાર રસ્તા પાસે આજે ડમરુ સર્કલનું ઉદ્ઘાટન મેયર કિરીટ પરમાર અને અન્ય પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. છેલ્લા અનેક વર્ષોથી આ રોડ પર સર્કલ બનાવવાની માંગણી કરવામાં આવી હતી. સ્થાનિક કોર્પોરેટર અને દંડક અરુણસિંહ રાજપુત ના બજેટ માંથી આશરે રૂ.8 લાખના ખર્ચે ડમરુ સર્કલ બનાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય શંભુજી ઠાકોર અને મોટી સંખ્યામાં ચાંદખેડા વોર્ડના લોકો હાજર રહ્યા હતા.
ભાજપના કોર્પોરેટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અરુણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આશરે 15 વર્ષ પહેલા આ રોડ બન્યો હતો અને ત્યાં માનસરોવર નામની સોસાયટી બની હતી અને લોકો અહીં રહેવા આવ્યા હતા. આ રોડ પર માનસરોવર નાગિન પર જ કોઈ સર્કલ બનાવવામાં આવે જેથી ડમરુ સર્કલ અહીંયા બનાવવામાં આવ્યું છે અને મારા બજેટમાંથી રકમ ફાળવી અને આ સર્કલ બનાવવામાં આવ્યું છે. આજે મેયર કિરીટ પરમાર અને અન્ય પદાધિકારીઓ તેમજ લોકોની હાજરીમાં આ સર્કલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
ડમરુ સર્કલના ઉદઘાટન બાદ ચાંદખેડા વિસ્તારના લોકોએ કિરીટ પરમાર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય પદાધિકારીઓનું ફુલહાર તેમજ પાઘડી, શાલ પહેરાવી અને બહુમાન કર્યું હતું. આસપાસની સોસાયટીના આવેલા લોકોએ પણ તમામ પદાધિકારીઓનો આભાર માન્યો હતો અને આગામી દિવસોમાં પણ આવી જ સારી રીતે કામગીરી કરવામાં આવે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ભરત પટેલ, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાણી, મહિલા કમિટીના ચેરમેન પ્રતિભા જૈન તેમજ ધારાસભ્ય શંભુજી ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.