દર્દીઓ માટે સુવિધા:અમદાવાદમાં સિવિલ મેડિસીટીની 1200 બેડની હોસ્પિટલમાં ઓક્સિજન બેડ સાથેના 10 સ્પેશિયલ રૂમનું ઉદ્ઘાટન

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવા રૂમમાં તાત્કાલિક વેન્ટિલેટરની સુવિધા પણ ઉભી કરી શકાશે - Divya Bhaskar
નવા રૂમમાં તાત્કાલિક વેન્ટિલેટરની સુવિધા પણ ઉભી કરી શકાશે
  • દર્દીઓની જરૂરિયાત પ્રમાણે સિવિલ કેમ્પસમાં વધુ સ્પેશિયલ રૂમ કાર્યરત કરાશે
  • જરૂર પડ્યે વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ થાય તેવું માળખું તૈયાર કરાયું

અમદાવાદમાં કોરોનાના કેસો જેટ ગતિએ વધી રહ્યાં છે. તે ઉપરાંત શહેરના કેટલાક વિસ્તારોને હવે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ મુકવામાં આવ્યાં છે. બીજી તરફ ઓમિક્રોનનો ખતરો પણ વધી રહ્યો છે. ત્યારે આજે રાજ્યના આરોગ્ય મંત્રીએ વિદ્યાર્થીઓના વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો હતો. તેની સાથે તેમણે સિવિલ કેમ્પસની 1200 બેડની સિવિલ મેડિસીટી હોસ્પિટલમાં ઓક્સિજન બેડ સાથેના 10 સ્પેશિયલ રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું.આગામી સમયમાં દર્દીઓની જરૂરિયાત પ્રમાણે સિવિલ કેમ્પસમાં વધુ નવા સ્પેશિયલ રૂમ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.

વેન્ટિલેટરની પણ સુવિધા ઉપલબ્ધ થઇ શકશે
આ રૂમોમાં જરૂર જણાયે ગણતરીની મિનીટોમાં વેન્ટિલેટરની પણ સુવિધા ઉપલબ્ધ થઇ શકે તે પ્રકારનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ રૂમોને આઇ.સી.યુ.માં પરિવર્તિત કરી શકાય તે પ્રકારની પણ વ્યવસ્થાને હાથ ધરીને નિર્માણ કરવામાં આવ્યું છે.સરકારી હોસ્પિટલમાં કોર્પોરેટ હોસ્પિટલની સેવા-સુવિધાની પ્રતિતી કરાવતો આ અભિગમ દર્દીઓની જનસુખાકારીમાં વધારો કરશે. સારવાર દરમિયાન આક્સમિક પરિસ્થિતિમાં અલાયદી સારવાર અથવા સ્પેશિયલ સારવારની જરૂરીયાત ધરાવતા દર્દીઓ માટે ખૂબ જ નજીવા દરે સ્પેશિયલ રૂમની સુવિધા ઉભી કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવા સ્પેશિયલ રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવા સ્પેશિયલ રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું.

સિવિલના અધિકારીઓ સાથે આરોગ્ય કમિશ્નરે બેઠક યોજી
ગુજરાતમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદમાં હાલમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેના અધ્યક્ષ સ્થાને હાલમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સહિત સિવિલના તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ છે. આ બેઠકમાં શહેરમાં વધી રહેલા કોરોનાના કેસો તથા કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર અંગેની સમીક્ષા કરવામાં આવી છે.

અમદાવાદમાં કોરોનાના 404 નવા કેસ
છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોરોના સંક્રમણ વકર્યું છે અને ગઈકાલે પણ રાજ્યના સૌથી વધુ નવા કેસ અમદાવાદ શહેરમાં નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 404 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 45 દર્દી સાજા થયા છે. શહેર કે જિલ્લામાં શૂન્ય મોત રહ્યું છે. શહેરમાં ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ અમદાવાદમાં એકપણ ઓમિક્રોનનો કેસ નોંધાયો નથી.અત્યાર સુધીમાં શહેરમાં 50 ઓમિક્રોનના કુલ કેસ સામે આવી ચૂક્યા છે, જેમાંથી 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે, જ્યારે બાકીના સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...