મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે ગુજરાતનું પ્રથમ (ખાનગી) અને અત્યાધુનિક કોમ્પ્રિહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ યુનિટનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ યુનિટ થકી ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાના દરેક પગલા દ્વારા દર્દીઓને શ્રેષ્ઠ ગુણવત્તાની સંભાળ પૂરી પાડી શકાય છે. આ પ્રસંગે અમદાવાદના મૈરિંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડૉ. કેયુર પરીખ, ડૉ. રાજીવ સિંધલ, ડૉ. અનિશ ચંદારાણા, ડૉ. તેજસ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રાન્સપ્લાન્ટ યુનિટ શરૂ થવાથી લોકોને જીવનદાન મળશે
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મૈરિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ યુનિટ શરૂ થવાથી અનેક લોકોને જીવનદાન મળશે. ગુજરાતમાં ટ્રાન્સપ્લાન્ટની સારામાં સારી સુવિધાઓ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ યુનિટને શરૂ કરવા માટે મુખ્યમંત્રીએ સિમ્સ હોસ્પિટલના તમામ ડોક્ટર્સ અને મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.
‘ગણેશજી આવા ટ્રાન્સપ્લાન્ટનું ઉત્તમ ઉદાહરણ’
મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રજાજનોને આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ સુવિધા આપવામાં આવી રહી છે. આજે ગુજરાતમાં ટ્રાન્સપ્લાન્ટની સારામાં સારી સુવિધાઓ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પણ આર્કિટેક્ચર, સાયન્સ અને મેડિકલ ટ્રાન્સપ્લાન્ટ જેવા ઉદાહરણ રહેલા છે. ગણેશજી આવા ટ્રાન્સપ્લાન્ટનું ઉત્તમ ઉદાહરણ છે.
ટ્રાન્સપ્લાન્ટમાં ઇન્ડિયા વર્લ્ડમાં ત્રીજા નંબરે
હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આજે ટ્રાન્સપ્લાન્ટમાં ઇન્ડિયા આખા વર્લ્ડમાં ત્રીજા ક્રમ પર આવી ગયું છે. અત્યાર સુધીમાં 444 કિડની અને 142 લીવર જેવા અનેક ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આજે વિશ્વની બેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ સરકારી હોસ્પિટલમાં થઈ રહ્યો છે. રાજ્યના આરોગ્ય બજેટમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં 271 જેટલા ડાયાલિસિસ સેન્ટર ઉપલબ્ધ કરાવવામાં પણ આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.