મોર્નિંગ ન્યૂઝ બ્રીફઆજે વિઘ્નહર્તાની વિદાય:PM મોદીએ કર્યું સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદઘાટન, NEET UG રિઝલ્ટમાં ગુજરાતના 5 વિદ્યાર્થીને ટોપ 50માં સ્થાન

અમદાવાદ24 દિવસ પહેલા

નમસ્કાર,
આજે શુક્રવાર, તારીખ 9 સપ્ટેમ્બર, ભાદરવા સુદ ચૌદશ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) દેશભરમાં ગણેશવિસર્જન, અગલે બરસ તું જલદી... આ સાથે બાપ્પાને રંગેચંગે વિદાય આપવામાં આવશે.
2) સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ આજથી સામાન્ય નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવશે.
3)દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) NEET UG રિઝલ્ટમાં વડોદરાની ઝીલનો દેશમાં 9મો નંબર, ગુજરાતના 5 વિદ્યાર્થીને ટોપ 50માં સ્થાન
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) આજે NEET UG 2022 પરીક્ષાની ફાઈનલ આન્સર કી અને પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 31 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી હતી. એના પર કેન્ડિડેટ્સને પોતાની સમસ્યાઓ રજૂ કરવાની તક પણ આપવામાં આવી હતી. NTA હવે તમામ સમસ્યાઓ પર વિચારણા કર્યા બાદ ફાઈનલ આન્સર કી અને પરિણામ જાહેર કરી દીધું છે. આ વખતે 15.97 લાખ ઉમેદવારે પરીક્ષા આપી હતી, જેમાં રાજસ્થાનની તનિષ્કા દેશમાં પ્રથમ આવી છે, જ્યારે ટોપ 50માં ગુજરાતના પાંચ વિદ્યાર્થીને સ્થાન મળ્યું છે.

વાંચો સમાચાર વિગતવાર
2) દેશની દીકરીનો વિદેશમાં ડંકો, 8 વર્ષની ઉંમરે અમેરિકામાં 333 કિલોમીટરની જોખમી સાઇકલરેસમાં વિજય મેળવ્યો
કપડવંજના પ્રદીપભાઈ તેલીની માત્ર 8 વર્ષની પૌત્રી જાન્યાએ ભારતના વિદ્યાર્થીઓને શિક્ષણમાં આર્થિક સહાય કરવા માટે અમેરિકામાં ધનરાશિ એકત્ર કરવા માટે સિયેટલથી પોર્ટલેન્ડ ( STP )ના 333 કિલોમીટરની ભારે ઉતાર-ચઢાવવાળી, જોખમકારક વળાંકવાળી સાઇકલરેસ માત્ર 18 કલાક અને 20 મિનિટમાં પૂરી કરી હતી. શિક્ષણ માટે સાહસ અને સિદ્ધિ હાંસલ કરનાર જાન્યા કદાચ સૌથી નાની ઉંમરની બાળા છે, જેણે આ 5100 ફૂટ ઊંચાઈવાળી સાઇકલરેસ પૂર્ણ કરી છે.

વાંચો સમાચાર વિગતવાર
3) આખલાએ વધુ એક વૃદ્ધનો જીવ લીધો, ગોંડલમાં પ્રૌઢે લાકડી ફટકારતાં આખલો ઉશ્કેરાયો, શિંગડાં ભરાવીને અડફેટે લીધા
છેલ્લા એકાદ વર્ષથી રસ્તા પર રખડતાં ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે, જેને પગલે નાગરિકોને જીવ પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આવી જ એક ઘટના ગોંડલમાં બની, જ્યાં રખડતા આખલાને પ્રૌઢે લાકડી ફટકારતાં આખલો ઉશ્કેરાયો હતો અને શિંગડાં ભરાવી તેમને અડફેટે લીધા હતા. આ સમગ્ર બનાવ CCTVમાં કેદ થયો હતો.

વાંચો સમાચાર વિગતવાર
4) PMએ કર્યું સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂનું ઉદ્ઘાટન, કહ્યું- ગુલામીનું પ્રતીક રાજપથ હવે કર્તવ્ય પથ બની ગયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે 8 વાગ્યે ઈન્ડિયા ગેટની સામે કર્તવ્ય પથનું ઉદ્ઘાટન કર્યું. તેઓ સાંજે 7 વાગ્યે કર્તવ્ય પથ પહોંચી ગયા હતા. સૌથી પહેલાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું. તેમણે કહ્યું 19 મહિના સુધી સતત ચાલેલા કામ પછી સેલ વિસ્ટા એવન્યૂ બનીને તૈયાર થઈ ગયું છે. આઝાદીના અમૃત મહોત્સવમાં દેશને આજે એક નવી પ્રેરણા મળી છે, નવી ઉર્જા મળી છે.

વાંચો સમાચાર વિગતવાર
5) મુંબઈમાં અમિત શાહની સુરક્ષામાં ખામી, પોતાને આંધ્ર સાંસદનો PA ગણાવી કલાકો ગૃહમંત્રીની આસપાસ ફર્યો
મુંબઈમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ખામીનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, શાહની મુંબઈ મુલાકાત દરમિયાન એક શંકાસ્પદ ઘણા કલાકો સુધી તેમની આસપાસ ફરતો હતો. અધિકારીઓને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.શંકાસ્પદનું નામ હેમંત પવાર છે, જે મહારાષ્ટ્રના ધુલેનો વતની છે. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો પરિચય આંધ્રપ્રદેશના એક સાંસદના PA તરીકે આપ્યો હતો.

વાંચો સમાચાર વિગતવાર
6) યાકુબ મેમણની કબરને ઝાકઝમાળ કરી, ભાજપે શિવસેના સામે સવાલ કર્યા- આતંકીને આટલું સન્માન કેમ?
મુંબઈ બ્લાસ્ટના દોષી યાકુબ મેમણની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. ભાજપનો આરોપ છે કે ઉદ્ધવ સરકારના કાર્યકાળમાં કબરની આસપાસ માર્બલ અને LED લાઈટો લગાવવામાં આવી હતી. ભાજપના નેતા રામ કદમે સોશિયલ મીડિયા પર એની તસવીરો પણ જાહેર કરી છે. જોકે રામ કદમના સવાલ કર્યા બાદ મુંબઈ પોલીસે કબર પરથી LED હટાવી દીધી છે.

વાંચો સમાચાર વિગતવાર
7) બેંગલુરુની સૌથી ધનવાન સોસાયટી પાણીમાં ગરકાવ, અહીં વિપ્રો, બાયજુસ જેવી કંપનીઓના માલિકોના બંગલા
બેંગલુરુમાં લગભગ 10 દિવસથી પડી રહેલો ભારે વરસાદ અને ત્યાર બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બેંગલુરુમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગરીબો અને મધ્યમ વર્ગ માટે તો પરિસ્થિતિ ગંભીર છે જ, પણ શ્રીમંત લોકો પણ એનાથી બચી શક્યા નથી.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ઘોઘંબામાં સગીર પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, યુવતીની ત્રણ નાની બહેનો ફરી એક વાર અનાથ બની.
2) રાજકોટની ખાનગી શાળામાં 4 વિદ્યાર્થીને ઢોર માર માર્યો, ડરના માર્યા વિદ્યાર્થીઓ બેસી ગયા તો ચપ્પલ ઉગામ્યું.
3) ગાંધી આશ્રમના રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટને હાઇકોર્ટની મંજુરી,મુખ્ય 5 એકર જમીન છોડીને 55 એકર જમીન પર રીડેવલોપમેન્ટ થશે
4) કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો બીજો દિવસ, રાહુલે કહ્યું- ભાજપ સરકારની વિચારધારા અંગ્રેજો જેવી, આસામના CMએ કહ્યું- પાકિસ્તાનમાં જઈ યાત્રા કરો
5) એપલનાં નવાં ફોન અને વોચ લોન્ચ, કંપનીએ આઇફોન-14 સિરીઝનાં 5 મોડલ લોન્ચ કર્યાં, શરૂઆતની કિંમત 79,900.

આજનો ઈતિહાસ
9 સપ્ટેમ્બર 1971ના દિવસે અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટનના નામે અમેરિકાની રાજધાનીનું નામ વોશિંગ્ટન ડીસી રાખવામાં આવ્યું.

આજનો સુવિચાર
જેટલા દિવસ જીવો એટલા દિવસ ફૂલ બની જીવો, કાંટા બનીને નહીં: મહાદેવી વર્મા

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...