તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • "The Baby In Your Womb Is Not Mine, I Don't Need This Baby", The Dowry Hungry In laws And The Woman Fed Up With Her Husband's Harassment Reached The Police

ક્રાઈમ:"તારા ગર્ભમાં જે બાળક છે તે મારું નથી, મને આ બાળકની જરૂર નથી", દહેજ ભૂખ્યા સાસારીયાં અને પતિના ત્રાસથી કંટાળી મહિલા પોલીસ પાસે પહોંચી

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરિણીતા ગર્ભવતી થઈ તો તેના પતિએ ખુશ થવાના બદલે ચારિત્ર્ય પર આંગળી ઉઠાવી
  • સાસરીયાંઓ પાંચ લાખ રૂપિયા દહેજમાં માગતા અને ના પાડવા પર વહુને માર મારતા હતા

અમદાવાદના પૂર્વ વિસ્તરમાં રહેતી પરિણીતા લગ્નના કોડ લઈને સાસરીમાં ગઈ હતી પણ દહેજ ભૂખ્યા સાસરીયાંએ તેને સતત ત્રાસ આપીને અપમાનિત કરતા હતા. આ વાત અહીંથી અટકવાને બદલે પરિણીતા ગર્ભવતી થઈ તો તેના પતિએ ખુશ થવાના બદલે ચારિત્ર્ય પર આંગળી ઉઠાવી અને ગર્ભમાં રહેલુ બાળક તેનું નહીં પણ બીજાનું છે કહીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ અંગે મહિલાએ હાલ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલાને બીજા લગ્નમાં પણ થયો કડવો અનુભવ
શહેરના કુબેરનગરમાં રહેતી 29 વર્ષીય મહિલા છેલ્લા નવેક માસથી તેના ફોઈ અને ફુવા સાથે રહે છે. તેના બીજા લગ્ન વર્ષ 2015માં કૃષ્ણનગર ખાતે આવેલા ગુરુદ્વારામાં થયા હતા. લગ્ન બાદ આ મહિલા કુબેરનગર ખાતે આવેલા તેના પતિ સાથે સાથે રહેતી હતી. લગ્નના બે-ત્રણ મહિના જેવું તેના સાસરીયાંઓએ તેને સારી રીતે રાખી હતી. પણ બાદમાં ઘરકામની બાબતોમાં તેની સાથે ઝઘડો તકરાર કરી તેને પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું. આ મહિલાના સસરાં મહિલાના પતિનો સાથ આપી ધમકી આપતા હતા કે "મારો બીજો દીકરો વીઆઇપી છે તેને કહીશ તો તે તેને જેલમાં મોકલી દેશે".

નણંદની ચઢામણીથી પતિ માર મારતો
આટલું જ નહીં આ મહિલાના મોટા નણંદ પણ રોજે રોજ આવીને મહિલાના પતિ તથા સસરાને ખોટી ચઢામણી કરતાં હતા. જેથી તેનો પતિ આ મહિલાને માર મારતો હતો. આટલું જ નહીં સાસરીયાંઓ એવા પણ મહેણાં મારતા હતા કે "તું તો અમારી મરજી વિના આવી ગયેલ છે અમે તો મારા ભાઈના લગ્ન તારી સાથે કરવા પણ તૈયાર ન હતા, છતાં તું અમારા ઘરે આવી ગયેલી છે". આ મહિલાના નણંદોઈ પણ તેને કહેતા હતા કે "તું એવી છોકરી છે કે ઘર કરીને રહેશે નહીં ત્યારે જ તારું ઘર થતું નથી. તું ઘર કરીને રહે એવી છોકરી છે જ નહીં".

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

સાસરીયાંએ 5 લાખનું દહેજ માગ્યું
આ રીતના સાસરીયાંઓ તેને મહેણા મારી અને પાંચ લાખ રૂપિયા દહેજ માગતા હતા. જો મહિલા દહેજ આપવાની ના પાડે તો તેને માર મારતા હતા. વર્ષ 2016માં મહિલાએ કંટાળીને તેના પતિને નોટરી સ્ટેમ્પ પર છૂટાછેડા આપી દીધા હતા. છૂટાછેડા વખતે તેના પતિએ તેને કરિયાવર પણ પરત આપ્યું ન હતું. થોડા મહિના બાદ સાસરિયાઓએ કરિયાવર પરત આપી દેશે તેમ કહી સમાધાન કરી આ મહિલાને પરત સાસરે રહેવા માટે લઈ ગયા હતા. જ્યાં થોડા મહિના બાદ આ મહિલાને ગર્ભ રહ્યો હતો. જે બાબતની તેના પતિને જાણ કરતાં તેના પતિએ કહ્યું કે "આ બાળક મારું નથી મને આ બાળક ની જરૂર નથી". પરંતુ આ મહિલાએ બાળક રાખવું હોવાનું તેના પતિને જણાવ્યું હતું, છતાં તેને ઘરમાંથી કાઢી મુકી હતી.

સમાધાન બાદ પણ પતિનો ત્રાસ ચાલું રહ્યો
જ્યારે આ મહિલાએ પુત્રને જન્મ આપ્યો ત્યારે તેનો પતિ અને તેના પરિવારના સભ્યો સમાધાન કરી તેને પરત તેડી ગયા હતા. જોકે બાદમાં પણ મહિલાના પતિના વર્તનમાં કોઈ ફરક આવ્યો ન હતો અને દહેજની માગણી શરૂ કરી હતી. વર્ષ 2020માં આ મહિલાના પતિએ તેને કહ્યું કે "તું મારી પત્ની નથી મારે તને રાખવી નથી અને સાસરીયાંઓએ પણ તું આ ઘરની વહુ નથી" કહીને ફરી દહેજ બાબતે તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અને પૈસા લઈને આ મહિલા આવશે તો જ રાખીશું નહીં તો તેના પુત્રને જાનથી મારી નાખ તેવી ધમકી પણ આપી હતી. જેથી આ સમગ્ર બાબતને લઈને મહિલાએ કંટાળીને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.