તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:RTEની જોગવાઈઓને ધ્યાને લઈ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ 31 જુલાઈ સુધી સવારની રહેશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોનામાં શિક્ષણ તો ઓનલાઇન કરવામાં આવ્યું છે ત્યારે હવે પ્રાથમિક માધ્યમની સ્કૂલો જે બપોરે ઓનલાઇન ચાલતી હતી. તે સ્કૂલો હવે સવારે ઓનલાઇન ચાલુ રહેશે. અલગ અલગ સંચાલક મંડળ તથા RTE એડમિશનની પ્રક્રિયાના આધારે 31 જુલાઈ સુધી સવારની રહેશે જે બાદ ફરીથી બપોરના સમયે ચાલુ રહેશે.

પ્રાથમિક શિક્ષણના નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા નગરપાલિકા અને મહાનગરપાલિકામાં શાસનાધિકારીને પત્ર લખી જાણ કરી છે. જેમાં તમામ પ્રાથમિક શાળાઓનો સમય 31 જુલાઈ સુધી સવારનો રાખવામાં આવશે. RTEની જોગવાઈઓને ધ્યાને લઈને તમામ શાળાઓનો સમય સવારનો રાખવા આદેશ કરવામાં આવ્યો છે. 31 જુલાઈ બાદ ફરીથી સ્કૂલો બપોરની થશે.

અન્ય સમાચારો પણ છે...