સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશ:દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ઑક્ટોબર મહિનામાં અમદાવાદ રેલવે ડિવિઝનને અંદાજે રૂ. 1 કરોડ 80 લાખની આવક

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ટિકિટ ચેકિંગ વિભાગ દ્વારા ગત ઓક્ટોબર મહિનામાં 26962 મુસાફરોને ટિકિટ વિના પકડ્યા

સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ઑક્ટોબર મહિનામાં અમદાવાદ રેલવે ડિવિઝનના ટિકિટ ચેકિંગ વિભાગને અંદાજે રૂ. 1 કરોડ 80 લાખની આવક થઈ હતી, જેમાં ટિકિટ વગર, અનિયમિત ટિકિટો, દલાલો દ્વારા છેતરપિંડી અને સ્ટેશન પર અનઅધિકૃત વિક્રેતાઓ સામે સઘન ટિકિટનું ચકીંગ કરવામાં આવ્યું હતું.

26962 મુસાફરોને ટિકિટ વિના પકડ્યા
આ અંગે અમદાવાદ ડિવિઝનલ રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ખાસ કરીને અમદાવાદ ડિવિઝન સિવાય ઉત્તર ભારત તરફ જતી તમામ મુખ્ય ટ્રેનોમાં સઘન ટિકિટ ચેકિંગ કરવામાં આવ્યું હતું.પરિણામ સ્વરૂપે, ઑક્ટોબર મહિનામાં કુલ 26962 મુસાફરો ટિકિટ વિના અથવા અયોગ્ય ટિકિટ પર મુસાફરી કરતા પકડાયા હતા, તેમની પાસેથી લગભગ એક કરોડ 80 લાખ રૂપિયાની આવક થઈ હતી.

ચેકીંગ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આ સઘન તપાસમાં ડીવીઝનના તમામ ટીકીટ ચેકીંગ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં અમદાવાદ ડિવિઝનના ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર નીરજ મહેતા દ્વારા વ્યક્તિગત રીતે ઉત્તમ કામગીરી કરી ઓક્ટોબર 2021 માં જેમણે રૂ. 15, 62,710/ ની રકમ મેળવી હતી અને શ્રીસજી ફીલીપ્સ દ્વારા 1775 પેસેન્જરો પાસેથી કુલ 12, 77,350 થી વધુ આવક થઈ હતી. જે વ્યક્તિગત રીતે અમદાવાદ મંડળમાં મોટી સિદ્ધિ અને રેકોર્ડ છે.