તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:અમદાવાદના વેજલપુરમાં સોસાયટીનાં કૂતરાને દૂધ પીવડાવવા મામલે બે મહિલાઓ વચ્ચે ઝપાઝપી

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘટનામાં બન્ને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી
  • એક મહિલા કૂતરાં સોસાયટીમાં રાખવા, બીજી બહાર કાઢવા માગતી હતી

વેજલપુરમાં સ્ટ્રીટ ડોગને સોસાયટીની અંદર જ રાખવા, ખવડાવવા અને દૂધ પીવડાવવા અંગે 2 મહિલાઓ વચ્ચે ઝઘડો થતાં ઝપાઝપી થતાં બંને મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી છે.

વેજલપુરની વિનસ પાર્કલેન્ડમાં રહેતાં દીપ્તિબેન આચાર્ય (ઉં.44)એ તેમની જ સોસાયટીમાં રહેતા પ્રેરણાબેન કલ્યાણી(ઉં.39) વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા અનુસાર, તેમના પતિનું 4 વર્ષ અગાઉ અવસાન થયું હતું. જ્યારે દીપ્તિબેન ગાંધીધામમાં કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે અને દીકરી આકાંક્ષા (ઉં.18) સાથે રહે છે.

3 સપ્ટેમ્બરે દીપ્તિબેન સોસાયટીમાં સિક્યોરિટી ઈન્ચાર્જ હોવાથી સિક્યોરિટીના માણસો સાથે તેમની કેબિન પાસે વાત કરતા હતા ત્યારે સ્પર્શ નામનો છોકરો ગેટના પેસેજ બહાર સ્ટ્રીટ ડોગને બોલાવીને દૂધ પીવડાવતો હતો. આથી દીપ્તિબેને તેને કહ્યું કે, તું ડોગને અહીં દૂધ ન પીવડાવીશ, બહાર જઈને કૂતરાંઓને દૂધ પીવડાવ, જેથી સ્પર્શ ડોગને બહાર દૂધ પીવડાવવા લઈ ગયો હતો. થોડી વાર પછી સિક્યોરિટીના માણસે દીપ્તિબેનને કહ્યું કે, પ્રેરણાબેન કલ્યાણી કૂતરા બાબતે બોલાચાલી કરે છે.

દીપ્તિબેન ત્યાં જતાં પ્રેરણાબેને તેમને કહ્યું કે, તમે સ્ટ્રીટ ડોગને કેમ બહાર કાઢો છો? આથી દીપ્તિબેને કહ્યું કે, સોસાયટીના રહીશો સ્ટ્રીટ ડોગથી પરેશાન થાય છે. આટલું કહેતા પ્રેરણાબેને તેમને કહ્યું કે, સ્ટ્રીટ ડોગ તો સોસાયટીની અંદર જ રહેશે, તેમ કહી ઝપાઝપી કરી હતી. જ્યારે સામે પક્ષે પ્રેરણાબેન કલ્યાણીએ પણ દિપ્તીબેન આચાર્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ અનુસાર, તેઓ પિતા સાથે રહે છે અને સીજી રોડ ખાતે સ્ટાર યુનિયન ડાઈચી નામની વીમા કંપનીમાં નોકરી કરે છે. 3 સપ્ટેમ્બરે રાતે 9.45 વાગ્યે પ્રેરણાબેન ઘરે આવતાં હતાં ત્યારે તેમની જ સોસાયટીમાં રહેતો સ્પર્શે તેમને ફોન કરીને કહ્યું કે, આપણી સોસાયટીના સિક્યોરિટી ઈન્ચાર્જ દીપ્તિબેને મને કૂતરાને દૂધ પીવડાવવા ના પાડી હતી.

આથી પ્રેરણાબેને સ્પર્શને કહ્યું કે, હું રસ્તામાં છું, ઘરે જ આવું છું. ત્યારબાદ પ્રેરણાબેને ઘરે આવી સ્પર્શ સાથે વાતચીત કરી, દરમિયાન દીપ્તિબેને ત્યાં આવ્યાં ત્યારે પ્રેરણાબેને ગુસ્સે થઈ મોટે મોટેથી બૂમો પાડી ઝઘડો કરી ઝપાઝપી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...