ક્રાઇમ:વટવામાં ટ્રાન્સપોર્ટના માલિકે પૈસા માગતા યુવકનું અપહરણ કરી માર માર્યો, યુવક ગાડીના ફેરાના બાકી 40 હજાર માગતો હતો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકને બારેજા ગામ લઈ ગયા પછી કારમાંથી ઉતારી દીધો

વટવામાં આઇશર ગાડીના ફેરા કરનાર યુવકને ભાડાના રૂ.40 હજાર નહીં આપી તેનું અપહરણ કરી માર મારનાર ટ્રાન્સપોર્ટના માલિક સહિત 3 લોકો વિરુદ્ધ વટવા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. વટવામાં આવેલા ભરવાડવાસમાં રહેતો 27 વર્ષીય સુરેશ ભરવાડ છેલ્લાં દોઢ વર્ષથી મણિનગરમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ધૈર્ય જરીવાલાને ત્યાં ગાડીના ફેરા કરે છે. સુરેશને ગાડીના ફેરાના રૂપિયા 40 હજાર ધૈર્ય જરીવાલા પાસેથી લેવાના નીકળતા હોવાથી સુરેશ ફોન કરી ધૈર્ય પાસે પૈસાની માગણી કરતાં તે કોઇ જવાબ જ આપતો નહોતો.

29મેએ રાત્રે 11.30 વાગે સુરેશ તેના ભાઇ રાયમલ સાથે રામછાપરી હોટલ પાસે ઉભો હતો. એ વખતે ધૈર્ય તેના મિત્ર પરાગ ટાટારિયાને કારમાં લઇને ત્યાં આવ્યો હતો. ધૈર્યએ સુરેશને કહ્યું કે,‘તું પૈસા માટે વારંવાર મને ફોન કરે છે, ચાલ ગાડીમાં આવી જા તને પૈસા આપી દઉં.’ ત્યાર બાદ ધૈર્યએ સુરેશના શર્ટનો કોલર પકડી ગાડીમાં બેસાડી, બીભત્સ ગાળો બોલી લોખંડની પાઇપના ફટકા મારી બારેજા ગામ બાજુ લઇ જઇ રસ્તામાં ઉતાર્યો હતો. એ વખતે ધૈર્યના પિતા હેમંતભાઇએ પણ કારમાં આવીને સુરેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...