વટવાના સદભાવનાનગરમાં રહેતા ફૈજમહોમંદ નૂરમહોમંદ શેખ મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે પીસીબીએ દરોડો પાડી ફૈજમોહંમદ ઉપરાંત જયંતી કલાલ, વીરેન્દ્ર રાઠોડ, મોસીન શેખ, સુભાષ મેઘવાલ, શાકીર હુસેન મહંમદઅલી, સ્વપ્નિલ પટેલ, હરેશ ભાલવાણી, જહાંગીર નૂરમહંમદ શેખ, પ્રહલાદ દંતાણીની ધરપકડ કરી 77,330ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જ્યારે રાણીપની પ્રમાણિક સોસાયટીમાં રહેતા હસમુખ પટેલ ઘરના ધાબે જુગાર રમાડતા હોવાની માહિતીને આધારે રાણીપ પોલીસે રેડ પાડી હસમુખ ઉપરાંત નિશિત પટેલ, વિનોદ પંચાલ, કમલેશ પટેલ, ભરતસિંહ રાજપૂત, દલપતસિંગ રાજપૂત, જિતેન્દ્ર પટેલ, વિનોદ પટેલ, ભાવેશ પટેલને ઝડપી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.