તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેઈન સ્નેચિંગ:વસ્ત્રાપુરમાં વકીલનો દોરો તોડી બાઇક પર આવેલા બે ફરાર

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે જમીને વકીલ ચાલવા નીકળ્યા હતા
  • સેટેલાઈટમાં પણ આજ પ્રકારે બે બાઇકરો પુરુષના ગળામાંથી સોનાનો દોરો તોડી ફરાર

શહેરના થલતેજમાં રહેતા વકીલ રાતના સમયે વોકિંગ કરવા નીકળ્યા ત્યારે એક બાઈક પર આવેલા બે અજાણ્યા પુરુષો તેમના ગળામાંથી સોનાનો પેન્ડલ સાથેનો રૂ 1.20 લાખનો ચેઈન ખેંચી ફરાર થઈ ગયા હતા. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

થલતેજ વિસ્તારમાં રહેતા અને વકીલાતનો વ્યવ્સાય કરતા પ્રિતેશભાઈ ખંભોળજા બુધવારે રાતના સાડા આઠ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા. દરમિયાન ઉદગમ સ્કૂલથી આગળના રોડ પરથી દૂરદર્શન ચાર રસ્તા પાસે આવતા એક બાઈક પર બે અજાણ્યા પુરુષો તેમની નજીક આવ્યા હતા. દરમિયાન બાઈકની પાછળ બેઠેલા પુરુષે પ્રિતેશભાઈના ગળામાથી સોનાનો પેન્ડલવાળો ચેઈન કીમત રૂ. 1.20 લાખનો ખેંચી નાસી ગયા હતા. પ્રિતેશભાઈએ બૂમો પાડી તેમનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નાસી છુટવામાં સફળ રહ્યા હતા.

આ અંગે પ્રિતેશભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા બાઈકસવારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમિયાન સેટેલાઈટમાં રહેતા હિમાંશુભાઈ ખત્રી સુંદરવન નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આજ પ્રકારે તેમના ગળામાંથી પણ સોનાનો દોરો કિંમત રૂ.55 હજારનો તોડી બે બાઈક સવારો ફરાર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...