વસ્ત્રાપુર માનસી સર્કલ પાસે આવેલા બાટાના સ્ટોરના મેનેજરે 715 જોડી બુટ - ચંપલના રૂ.5.26 લાખ ચાંઉ કરી ગયો હતો. ભાંડો ફૂટી જતાં તેણે રૂ.1 લાખ જમા કરાવી દીધા હતા. જ્યારે બાકી રહેલા રૂ.4.26 લાખ નો ચેક આપ્યો હતો. જે કંપનીએ બેંકમાં ભરતા રિટર્ન ગયો હતો.
મોટેરામાં રહેતા અરુણકુમાર વર્મા(39) બાટા કંપનીમાં રીટેલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. કંપનીનો એક સ્ટોર વસ્ત્રાપુર માનસી સર્કલ પાસે આવેલો છે. જેમાં મોહંમદ અમીન શેખ (મોતીઅલી પોળ, ડબગરવાડ, દરિયાપુર) મેનેજર તરીકે ફરજ બજાવે છે. ઓડટ દરમિયાન સામે આવ્યું કે સ્ટોર દ્વારા બૂટ, મોજા, બેલ્ટ વગેરે મળીને 715 આર્ટિકલ (ચીજ વસ્તુ) (કિંમત રૂ.5.26 લાખ)ની ઘટ જોવા મળી હતી.
જે બાબતે મેનેજર મોહંમદ અમીન શેખને પૂછતા તેમણે રૂ.5.26 લાખની ઉચાપત કરી હોવાનું કબુલ્યું હતંુ, જેમાંથી તેણે રૂ.1 લાખ જમા કરાવી દીધા હતા, જ્યારે બાકી રહેલા રૂ.4.26 લાખનો ચેક આપ્યો હતો. આે ચેક કંપનીએ બેંકમાં ભરતા રિટર્ન ગયો હતો. જેથી આ અંગે રીટેલ મેનેજર અરુણકુમારે મોહંમદ અમીન શેખ વિરૂદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.