તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વસ્ત્રાપુરમાં શો રૂમના માલિકને ધમકી આપી 3 યુવકોની તોડફોડ, શો રૂમ બહાર બસસ્ટેન્ડ પર ઉભા રહી જોરજોરથી ગાળો આપી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • તમે અમને ઓળખતા નથી અમે મહેશ દેસાઈના માણસો છીએ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમા આવેલા સાડીના શો રૂમની બહાર અંદરોઅંદર ગાળો બોલતા ત્રણ યુવાનોને ઠપકો આપતા ત્રણેય યુવાનોએ શો રૂમમાં ઘુસીને અમો મહેશ દેસાઈના માણસો છીએ તમને જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી તોડફોડ મચાવી હતી. આ અંગે વેપારીએ ત્રણ યુવાનો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મેમનગરમાં સુશીલનગર સોસાયટીમાં રહેતા અને વસ્ત્રાપુર સૂરધારા સર્કલ પાસે શૈલી કોમ્પલેક્ષમાં રાજરાણી નામનો સાડીનો શોરૂમ ધરાવતા પ્રણવભાઈ રાઓલે નોંધાવેલી ફરિયાદ અનુસાર બુધવારે પોણા છ વાગ્યાની આસપાસ શો રૂમ આગળ આવેલા એએમટીએસ બસસ્ટોપ પર 25 થી 30 વર્ષના આશરાના ત્રણ યુવાનો અંદરોઅંદર ગાળો બોલતા હતા. આ સમયે શોરૂમમાં નોકરી કરતા યતીષ ઠાકર શોરૂમની બહાર ગયા હતા અને આ યુવાનો તેને તું શું અમારી તરફ જુએ છે તેમ કહી ગાળો બોલી હતી. આ સાંભળી પ્રણવભાઈ બહાર જઈ તેમને સમજાવતા તેમણે ઉશ્કેરાઈ જઈ તેમને પણ ગાળો બોલી હતી.

દરમિયાન ત્રણે જણા શોરૂમની અંદર આવી ગયા હતા અને ગાળો બોલી અમે જોઈએ છે હવે તમે અહી કેવી રીતે ધંધો કરો છો તમે અમને ઓળખતા નથી અમે મહેશ દેસાઈના માણસો છીએ તમને જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી શોરૂમમાં તોડફોડ શરૂ કરી હતી. દરમિયાન એક યુવાને શોરૂમના મુખ્ય દરવાજાનો કાચ ફેંટ મારી તોડી નાંખ્યો હતો. બૂમાબૂમ થતા લોકો ભેગા થઈ ગયા હતા. આ સમયે પ્રણવભાઈએ પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસ આવે તે પહેલા ત્રણે યુવક ત્યાંથી નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...