ક્રાઈમ:વસ્ત્રાપુરમાં તમંચાની અણીએ 1 રાતમાં બેને લૂંટી લેનારી ટોળકીનો સાગરિત ઝડપાઈ ગયો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વસ્ત્રાપુરમાં એક જ રાતમાં 2 રાહદારીને તમંચો બતાવીને પૈસા - મોબાઈલ ફોન લૂંટી લેનારી ટોળકીના એક સાગરિત નિમેશ નમહાની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ગુનામાં વપરાયેલુ વાહન પોલીસે કબજે કર્યુ હતુ. જ્યારે લૂંટ કરવા ગયેલા 2 આરોપી ફરાર છે.

થલતેજ પાસેથી પસાર થઇ રહેલા દિપનને સ્કૂટર ઉપર આવેલા 2 લૂંટારુઓએ રોકીને તમંચો બતાવીને મોબાઈલ અને રૂ.2 હજાર લૂંટી લીધા હતા. આ બંને લૂંટારુઓએ આલ્ફા મોલ પાસે પ્રભુકુમાર યાદવને તમંચો બતાવીને મોબાઈલ અને બેગ લૂંટી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...