તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઈ:વસ્ત્રાપુરમાં ગઠિયાએ KYC કરી આપવાનું કહી બે વૃદ્ધ પાસેથી રૂ. 1.82 લાખ પડાવ્યા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ઓનલાઇન છેતરપિંડીના ત્રણ કિસ્સામાં 2.32 લાખની ઠગાઈ
  • સાબરમતીના યુવાનના ક્રેડિટકાર્ડની માહિતી મેળવી 49,930 ખંખેરી લીધા

વસ્ત્રાપુરમાં રહેતા 2 સિનિયર સિટિઝનના પેટીએમનું કેવાયસી કરવાના બહાને ગઠિયાએ રૂ.1.82 લાખ પડાવી લીધા હતા. જ્યારે સાબરમતીમાં રહેતા યુવાના ક્રેડિટકાર્ડની માહિતી મેળવી ગઠિયાએ કાર્ડમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરીને રૂ.49,930 ઉપાડી લીધા હતા. આ અંગે વસ્ત્રાપુર અને સાબરમતી પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાપુર સરકારી વસાહત પાછળ આવેલા પાર્થ ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં રહેતા પ્રદીપકુમાર ગુપ્તા(64) ડ્રાઈવ-ઈન રોડ પરની મહિન્દ્રા બેંકમાં એકાઉન્ટ ધરાવે છે, તેમનું અ ેજ એકાઉન્ટ પેટીએમ સાથે જોડેલું છે. પ્રદીપભાઇના ફોનમાં એક મેસેજ આવ્યો હતો કે, તમે તાત્કાલિક પેટીએમનું કેવાયસી કરાવો નહીં તો તમારું પેટીએમ ખાતું બંધ થઇ જશે. ત્યારબાદ બીજા દિવસે રવિશ શર્મા નામના માણસે ફોન કરીને પોતે પેટીએમમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમને ગુગલ પ્લે સ્ટોરમાંથી એનિડેસ્ક નામની એપ ડાઉનલોડ કરવાનું કહીને પ્રદીપકુમારના ખાતામાંથી એક ટ્રાન્ઝેક્શનથી રૂ99,800 અને બીજા ટ્રાન્જેકશનથી રૂ.33,000 મળીને કુલ રૂ.1.32,880 ઉપાડી લીધા હતા. જ્યારે બીજા કિસ્સામાં ડ્રાઈવ-ઇન સિનેમા પાછળના સારથિ-3માં રહેતા ભરતભાઈ તુરખિયા (64)ને મેસેજ આવ્યો હતો કે, તમારું કેવાયસી બ્લોક થઇ ગયું છે તેમ કહી ગઠિયાએ 4 ટ્રાન્ઝેક્શનથી 50,299 ઉપાડી લીધા હતા.

ત્રીજી ઘટનામાં નિરમા યુનિવર્સિટી પાછળ અદાણી પ્રથમ રેસિડેન્સીમાં રહેતા સંદીપ જોશી(38)ને અજાણી વ્યકિતએ ફોન કરી કહ્યું કે, હું એસબીઆઈમાંથી બોલું છું. ત્યારબાદ સંદીપભાઈને વિશ્વાસ કેળવી ગઠિયાએ ક્રેડિટકાર્ડ નંબર, સીવીવી નંબર અને ઓટીપી નંબર મેળવી લીધી હતા. થોડા સમય બાદ તેમના ક્રેડિટ કાર્ડમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને ગઠિયાએ રૂ.49,930 ઉપાડી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...