લુખ્ખાતત્વોનો કહેર સીસીટીવીમાં કેદ:અમદાવાદના વસ્ત્રાલમાં ખુલ્લી તલવાર સહિતના હથિયારો સાથે સમાધાનની ધમકી, વાહનોનોમાં તોડફોડ કરી કહેર વર્તાવ્યો

અમદાવાદ3 મહિનો પહેલા

શહેરના પૂર્વ વિસ્તારમાં લો એન્ડ ઓર્ડર ની સ્થિતિ કથડી રહી હોય તેવી લાગી રહી છે ઘણા ગુનેગારોને હાલ પોલીસ દ્વારા પકડવાની કાર્યવાહી થઈ રહી છે એ વચ્ચે જ શહેરના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વસ્ત્રાલ પાસે એક એપાર્ટમેન્ટમાં ટપોરીઓ ઘૂસી ગયા હતા અને પોતાની સાથે લાવેલા હથિયારો વડે નિર્દોષ લોકોના વાહનોમાં તોડફોડ કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે બીજી તરફ આ સમગ્ર બનાવ પાછળ જૂની અદાવત હોય તેવું લાગી રહ્યું છે પોલીસ આ અંગે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે તોડફોડ કરનાર શખ્સોને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી .ફરિયાદ મુજબ ગુરુવારે મહિલા પરિવાર સાથે ઘરે હાજર હતી.દરમિયાન રાત્રીના સમયે ફ્લેટ નીચે બુમાબુમ થતી હોવાથી મહિલા નીચે ગઈ હતી.બાદમાં મહિલાએ જોયું હતું કે 10થી વધુ લોકો મોઢે રૂમાલ બાંધી ઘાતક હથિયારો સાથે આવ્યા હતા.બાદમાં રીનકુ ચૌહાણ સાથે સમાધાન કરી નાખજો મહિલાને કહી બીભત્સ ગાળો બોલી ફ્લેટમાં પડેલ વાહનોમાં હથિયારો વડે તોડફોડ કરી હતી.જોકે આસપાસના લોકો ભેગા થતા તેઓએ ત્યાંથી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બીજીબાજુ આ મામલે પોલીસને કંટ્રોલ મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં આ મામલે પોલીસે અસામાજિક તત્વોના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે ગત 11 નવેમ્બરના રોજ ફરિયાદી મહિલાના પતિ સાથે રીંકુ ચૌહાણ, યોગેશ ગુપ્તા ઉર્ફે દાદા,લલ્લા ચૌહાણ, લાલાએ બોલાચાલી કરી મારઝૂડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે રામોલ પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદીએ વ્યાજે રૂપિયા લીધેલા હતા જે પરત ન આપતા માથાકૂટ થઈ છે.અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.હવે હકીકત શુ છે અંગે પોલીસે ઊંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...