ફાયરિંગ કરતો વીડિયો વાઈરલ:અમદાવાદમાં યુવતીએ પિતાની રિવોલ્વરથી વીડિયો બનાવ્યો, સો.મીડિયામાં લખ્યું- 'અબ છોરી સે પંગા ના લેગા કોઈ'

અમદાવાદએક મહિનો પહેલા

હાલના સમયમાં યુવાનો તથા યુવતીઓ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કંઈ પણ કરતાં હોય છે. ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં રિલ્સ બનાવવા માટે ગાંડા થયેલા યુવાઓ ખરેખર ભાન ભુલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં એક યુવતીએ તેના પિતાની રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. તેનો ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેણે વીડિયોમાં એવું લખ્યું હતું કે, થેન્ક્યુ પાપા ફોર ધીસ, ઈટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ, છોરી સે પંગા ના લેગા કોઈ. વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે રામોલ પાસે રહેતી દિપાલી ચંદેલ અને તેના પિતા નરેશ ચંદેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પુત્રીએ પિતાની રિવોલ્વરથી ફાયર કર્યું
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રામોલ વિસ્તારમાં ફાયરિંગ કરનારી યુવતીને શોધવા માટે પોલીસે અલગ અલગ ચાર ટીમો બનાવી હતી. આ યુવતીની તપાસ દરમિયાન એક ખાનગી બાતમી પોલીસને મળેલ કે વીડિયોમાં ફાયરીંગ કરતી મહીલા દીપાલી નિરેશ ચંદેલ હતી. જેથી પોલીસની ટીમે આ સ્થળે જઈને તપાસ કરતા દીપાલી ચંદેલ ત્યાં હાજર મળી આવી હતી. યુવતીની પુછપરછ કરીને વીડિયો બતાવતાં તે વીડિયો યુવતીએ પોતાનો હોવાનું જણાવ્યું હતું.

યુવતીએ હવામાં ફાયરિંગ કર્યું
યુવતીએ હવામાં ફાયરિંગ કર્યું

પોલીસે પિતા અને પુત્રીની ધરપકડ કરવા પ્રયાસો હાથ ધર્યા
યુવતીએ વીડિયોમાં હાથમાં રીવોલ્વર લઈ એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ હથિયાર બાબતે પુછતાં તે તેના પિતા નરેશ ભાઈનું હતું.24મીએ દિવાળીની રાત્રે પોણા દસેક વાગ્યાના અરસામાં તેના ઘરની સામે ખુલ્લી જગ્યામાં મનોરંજન માટે પોતે પોતાના પીતા નિરેશ ચંદેલ પાસેથી ઉપરોક્ત રીવોલ્વર લઈ એક રાઉન્ડ ફાયર કર્યું હોવાનું જણાવતા તેઓની પાસે કોઈ લાઈસન્સ છે કે કેમ જે બાબતે પુછતા પોતાની પાસે કોઈ લાઈસન્સ હતું નહીં.

આરોપી પિતા પુત્રી
આરોપી પિતા પુત્રી

પિતા પાસે રિવોલ્વર માટેનું કોઇ લાયસન્સ હતું નહીં
પોલીસને પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે વીડિયોમાં દેખાતી યુવતી દિપાલીના પિતા પાસે રિવોલ્વર માટેનું કોઈ લાયસન્સ હતું નહીં. જેને લઇને પોલીસે બંન્ને વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી કરી છે.આ વીડિયો શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી યુવતીએ બનાવ્યો હતો. જો કે તે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...