તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સામાન્ય રીતે રાજકારણમાં પિતા-પુત્રને પોતાનો રાજકીય વારસો આપવા માટે એડીચોટીનું જોર લગાવે છે, પરંતુ અમદાવાદમાં એવા પિતા-પુત્ર છે જેઓ પોતાના પક્ષ માટે એકબીજાનો સાથ છોડી મહાનગરપાલિકાની ચૂંટણીમાં સામ-સામે લડી રહ્યા છે. શહેરના વાસણા વોર્ડના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સગા પિતા-પુત્ર છે, પરંતુ 2021ની મહાનગરપાલિકાની ચૂંટણી જીવનમાં એક વળાંક લાવી છે, જેમણે પિતા-પુત્રને અલગ કરી દીધા છે અને આજે પુત્ર પિતાનો સાથ છોડી પક્ષની વિચારધારા અને બદલાવ લાવવા માટે એક રૂમના ભાડાના મકાનમાં રહેવા જતો રહ્યો છે.
મારી જાણ બહાર જ પુત્રએ ઉમેદવારી નોંધાવી દીધી: પિતા
શહેરના વાસણા વોર્ડમાં કોંગ્રેસ તરફથી વિનુભાઈ ગોહેલ ઉમેદવાર છે અને તેમના પુત્ર નિમેષ ગોહેલે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. વિનુભાઈએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું 33 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલો છું. પક્ષે મને ઘણા હોદ્દા આપ્યા છે. હું પાર્ટીનો વફાદાર રહ્યો છું અને વાસણા વોર્ડ-પ્રમુખ રહ્યો છું. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મને ટિકિટ મળી છે, ત્યારે મારા પુત્રે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી છે. મારી જાણ બહાર જ તેણે આ ઉમેદવારી નોંધાવી હતી. મારા પુત્રનું કહેવું છે કે પોતે કેજરીવાલથી પ્રભાવિત થયો છે અને એને કારણે આજે પોતે બદલાવ લાવવા માટે ઉમેદવારી નોંધાવી છે.
પુત્રએ સાથ છોડ્યો અને એકલા રિક્ષા લઈ પ્રચાર કરે છે
મારા NOC પર તેણે આમ આદમી પાર્ટીમાંથી મારી જાણ બહાર ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ મને જાણ થતાં તેને મેં સમજાવ્યો હતો કે પરિવારમાં દાદા અને હું કોંગ્રેસ સાથે સંકળાયેલા છીએ તો તું અમને સપોર્ટ કર, પરંતુ તેણે મને કહ્યું, મારી વિચારધારા કેજરીવાલ સાથે જોડાયેલી છે અને તેમના પક્ષ માટે કામ કરીશ. ફોર્મ ભર્યા બાદ તરત જ પુત્ર પિતાથી અલગ ભાડાના મકાનમાં રહેવા જતો રહ્યો છે અને એકલા રિક્ષા લઈને પ્રચાર કરે છે.
મને AAP પસંદ છે અને એની વિચારધારા મુજબ ચાલુ છું: પુત્ર
નિમેષે DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું કેજરીવાલજીની વિચારધારા સાથે સંકળાયેલો છું. દિલ્હીમાં કેજરીવાલે જે કામ કર્યાં છે એવાં કામો ગુજરાતમાં થવાં જોઈએ. દિલ્હીમાં મફત શિક્ષણ અને સરકારી હોસ્પિટલ જેવી સુવિધાઓ આપવામાં આવી એવી અહીં લાવવી છે. મને આમ આદમી પાર્ટી પસંદ છે અને એની વિચારધારા મુજબ ચાલુ છું. જ્યારે મેં ફોર્મ ભર્યું ત્યારે મારા પિતાએ કહ્યું હતું કે જો મારી સામે લડવું હોય તો ઘરમાંથી નીકળી જા, જેથી હું આજે ઘરમાંથી અલગ થઈને ભાડાના મકાનમાં રહું છું.
પિતા ધોરણ 12 પાસ, જ્યારે પુત્ર માત્ર ધો.10 ભણેલો
કોંગ્રેસના ઉમેદવાર વિનુભાઈ પોતે ધો. 12 અભ્યાસ કરેલો છે અને તેમનો પુત્ર 10 પાસ છે. વિનુભાઈ લાકડાંના દરવાજા સહિતની વસ્તુઓ વેચવાનો ધંધો કરે છે, જ્યારે નિમેષ પોતે રિક્ષા ચલાવે છે. આજે રાજકારણ અને ચૂંટણીમાં એક જ પરિવારના બે સભ્ય ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ પરિવાર અલગ થઈ ગયો છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.