પાડોશીએ નજર બગાડી:અમદાવાદના વાડજમાં પત્નીએ પડોશણને ઘરમાં બોલાવીને પતિ પાસે જ દુષ્કર્મ કરાવડાવ્યું

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દુષ્કર્મની ઘટના બાદ મહિલાને ધમકી આપી કે કોઈને કહીશ તો તારા પુત્રને મારી નાખીશું

વાડજમાં પત્નીએ જ તેની પડોશણને ઘરમાં બોલાવી પતિ પાસે જ દુષ્કર્મ કરાવડાવ્યું હોવાની ઘટના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. દુષ્કર્મ બાદ દંપતીએ પડોશણને મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

નવા વાડજમાં રહેતી સપના (ઉં.20) પતિ અને 2 વર્ષના દીકરા સાથે રહે છે. સપનાનો પતિ મ્યુનિ.ની કચરાની ગાડી ચલાવે છે. જ્યારે તેમનો સુપરવાઇઝર નીરવ તેમની બાજુમાં જ રહે છે. 11 સપ્ટેમ્બરે સવારે 4 વાગ્યે સપનાનો પતિ નોકરીએ ગયો હતો ત્યારે નીરવની પત્ની સપનાના ઘરે આવી હતી અને ‘ઘરે કામ છે’ કહી સપનાને બોલાવી હતી. જોકે સપના તેમના ઘરે ગઈ ત્યારે નીરવે તેને બાથ ભીડી લીધી હતી. નીરવની આ હરકતથી હતપ્રત સપનાએ બુમાબુમ કરતા નીરવની પત્નીએ ઓરડીનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો.

ત્યાર બાદ નીરવે સપનાને 3 કલાક સુધી રૂમમાં ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ કર્યંુ હતું. જોકે સપનાએ બુમાબુમ કરતા તેમના દીકરાને મારી નાખવાની તેમ જ તેના પતિને નોકરીમાં કઢાવી મૂકવાની ધમકી આપી હતી તેમ છતાં સપનાએ પતિને વાત કરી હતી. આથી સપના અને તેમના પતિ નીરવ સાથે વાત કરવા જતા નીરવ અને તેની પત્નીએ સમાજના લોકોને ભેગા કરીને સપના અને તેમના પતિને મારઝૂડ કરીને ત્યાંથી કાઢી મૂક્યા હતા. આથી તેઓ વતન દાહોદ જતા રહ્યા હતા. જોકે ત્યાં પણ પોલીસ ફરિયાદ નહીં કરવા માટે સગાંસંબંધી સપનાને ધમકી આપતા હતા. આથી આ અંગે સપના વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (તમામ પાત્રોનાં નામ બદલ્યાં છે)