કોરોનાના 3 વર્ષ બાદ લોકો ઉત્તરાયણનો તહેવાર કોઈ પણ નિયંત્રણ વિના ઉજવશે. ત્યારે તહેવારના રંગમાં ભંગ ન પડે તે માટે અમદાવાદ પોલીસ બંને દિવસ સ્ટેન્ડ બાય રહેશે. અમદાવાદમાં ધાબા, રોડ-રસ્તા, સોસાયટી સહિતની જગ્યાએ પોલીસ તૈનાત રહેશે. આ ઉપરાંત પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. ઉત્તરાયણના બંદોબસ્ત માટે SRP અંશ રેપીડ એક્શન ફોર્સની કંપની પણ બહારથી બંદોબસ્ત માટે આવી છે.
14 અને 15 જાન્યુઆરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ઉત્તરાયણમાં લોકો ધાબે સ્પીકર વગાડે, રસ્તા પર પતંગ ઉડાવે કે પતંગ પકડવા જાય, પ્રતિબંધિત દોરીથી પતંગ ન ઉડાવે, ધાબા પર ઉજવણીમાં ઝગડો ના થાય તે તમામ બાબતને ધ્યાને રાખીને અમદાવાદ પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. અમદાવાદમાં 6 હજાર પોલીસકર્મીઓ, 4000 હોમ ગાર્ડ જવાન, 4 SRP કંપની, 1 RAFની કંપનો સવારે 6 વાગ્યાથી સ્ટેન્ડ ટુ રહેશે. 14 અને 15 જાન્યુઆરી બંને દિવસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા પુરી તકેદારી રાખવામાં આવશે.
કુલ 17,60,090 રૂપિયાનો મુદ્દામાલ કબજે
આ ઉપરાંત 17 ડિસેમ્બરથી ચાઇનીઝ કે પ્લાસ્ટિક દોરીના વેચાણ કે ખરીદી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે ચાઈનીઝ કે પ્લાસ્ટિક દોરીનો ખરીદી કે વેચાણ કરનાર સામે કુલ 383 ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી 316 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. અલગ અલગ કેસ કરીને 10,737 પ્રતિબંધિત દોરીની રીલ કબ્જે કરજે કરવામાં આવી છે. કુલ 17,60,090 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.