ભાસ્કર એનાલિસિસ:કોરોનાનાં બે વર્ષમાં 46 હજાર વિદ્યાર્થીએ 1700 કરોડની એજ્યુકેશન લોન લીધી, 5 વર્ષમાં 1.25 લાખ વિદ્યાર્થીએ 4500 કરોડની લોન મેળવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • કોરોનાનાં બે વર્ષમાં અગાઉનાં બે વર્ષ કરતાં 15 હજાર ઓછા વિદ્યાર્થીઓએ એજ્યુકેશન લોન લીધી
  • મોંઘું શિક્ષણ લોનના સહારે!
  • કોરોનાકાળમાં જાન્યુઆરીથી માર્ચ 2021ના ક્વાર્ટરમાં 11 હજાર વિદ્યાર્થીએ લોન લીધી હતી
  • વર્ષ 2020-21માં ઉચ્ચ અભ્યાસ માટે પહેલા બે ક્વાર્ટર જેટલી લોન છેલ્લા ક્વાર્ટરમાં લેવાઈ

કોરોનાકાળનાં બે વર્ષમાં 46 હજાર વિદ્યાર્થીએ 1700 કરોડની એજ્યુકેશન લોન લીધી છે. છેલ્લાં 5 વર્ષમાં 1.25 લાખ વિદ્યાર્થીએ 4500 કરોડની એજ્યુકેશન લોન લીધી છે. કોરોનાનાં બે વર્ષમાં અગાઉનાં બે વર્ષ કરતાં 15 હજાર ઓછા વિદ્યાર્થીઓએ એજ્યુકેશન લોન લીધી છે. કોરોનાકાળમાં જાન્યુઆરીથી માર્ચ 2021ના ક્વાર્ટરમાં 11 હજાર વિદ્યાર્થીએ લોન મેળવી છે. છેલ્લાં 5 વર્ષમાં 2019-20માં સૌથી વધારે 39902 વિદ્યાર્થીએ રૂ. 1259 કરોડની લોન લીધી હતી. કોરોના છતાં 2020-21માં 29335 વિદ્યાર્થીએ રૂ. 1044 કરોડની એજ્યુકેશન લોન લીધી હતી.

કોરોનાનાં વર્ષ 2020-21માં અગાઉના વર્ષની સરખામણીએ 10 હજાર ઓછા વિદ્યાર્થીઓએ એજ્યુકેશન લોન લીધી હતી. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીની ક્વાર્ટરલી મીટિંગમાં આ વિગતો બહાર આવી હતી. 2019-20ની સરખામણીએ 2020-21માં એક વર્ષમાં એજ્યુકેશન લોનની રકમમાં રૂ. 215 કરોડનો ઘટાડો થયો હતો. વર્ષ 2020-21ના છેલ્લા ક્વાર્ટરમાં 11 હજારથી વધારે વિદ્યાર્થીઓને રૂ. 470 કરોડની લોન અપાઇ હતી.

ક્વાર્ટરવિદ્યાર્થીઓલોનની રકમ
એપ્રિલથી જૂન 20204236રૂ. 142 કરોડ
જુલાઇથી સપ્ટે. 20206992રૂ. 214 કરોડ
ઓક્ટો.થી ડિસે, 20207020રૂ. 218 કરોડ
જાન્યુ.થી માર્ચ 202111087રૂ. 470 કરોડ
એપ્રિલથી જૂન 20215303રૂ. 158 કરોડ
જુલાઇથી સપ્ટે. 20218416રૂ. 302 કરોડ
ઓક્ટો.થી ડિસે. 20212917રૂ. 210 કરોડ

(સંદર્ભઃ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી)

2016માં 15 હજાર વિદ્યાર્થીએ લોન લીધી હતી, 2021માં 29 હજારથી વધુ

વર્ષવિધાર્થીઓલોનની રકમ
2021-2216636રૂ. 670 કરોડ
2020-2129335રૂ. 1044 કરોડ
2019-2039902રૂ. 1259 કરોડ
2018-1921842રૂ. 998 કરોડ
2017-1816937રૂ. 590 કરોડ
2016-1715860રૂ. 447 કરોડ

(વર્ષ 2021-22ના આંકડાઓ ડિસેમ્બર 2021 સુધીના)
​​​​​એડમિશન લેટર વિના બેન્કો લોનની પ્રોસેસ કરતી નહોતી
અંદાજ પ્રમાણે, વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓમાં એજ્યુકેશન લોન લેવાનું પ્રમાણ વધારે હોય છે. કોરોનામાં વિદેશ અને સ્થાનિક કક્ષાએ પણ બધું બંધ હોવાથી શિક્ષણ પર વિપરીત અસર પડી હતી. કોરોનાને કારણે ઘણાબધા વિદ્યાર્થીઓએ વિદેશ જવાના પ્લાનમાં ફેરફાર કરી નાખ્યો હતો, જેને કારણે પહેલાં બે ક્વાર્ટરમાં લોન વિતરણનું પ્રમાણ સાવ ઓછું હતું. છેલ્લા ક્વાર્ટરમાં જોકે પ્રમાણ વધ્યું હતું, જેનું કારણ ઓનલાઇન શિક્ષણ તરફનો ઝોક છે. જ્યાં સુધી એડમિશન લેટર ના મળે ત્યાં સુધી બેન્કો પણ લોન માટે આગળ પ્રોસેસ કરતી નથી.
(સંદર્ભઃ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી)