તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાકિસ્તાનના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ટ્રફની અસરને કારણે આજથી 30 ડિસેમ્બર દરમિયાન ઠંડા પવન ફૂંકાતાં અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે (સિંગલ ડીજિટ)માં જશે. એટલે કે, હાલના તાપમાન કરતાં 3થી 7 ડિગ્રી જેટલો પારો ઘટશે. તેમજ આજથી ગાત્રો થીંજવી નાંખતી ઠંડી પડવાની વકી છે.
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, પાકિસ્તાનના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને હિમાલયના પશ્ચિમ વિસ્તારની સાથે ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારો સુધી પહોંચશે. રવિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 3 ડિગ્રી ગગડીને 13.4એ પહોંચી ગયું હતું. નલિયામાં સૌથી વધુ 8 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.
આ કારણે ઠંડીનું જોર વધી શકે છે
પાકિસ્તાનમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયની સાથે ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાંથી પસાર થશે. તે પછી વાતાવરણમાં નીચલા લેવલ પર ઉત્તરથી ઉત્તર-પશ્ચિમના સૂકા પવનોનો પ્રવાહ મજબૂત બની મધ્ય અને પશ્ચિમ ભારતના વિસ્તારો સુધી પહોંચશે. જેને કારણે રાજ્યના તાપમાનમાં 3થી7 ડિગ્રીનો ઘટાડો થતાં કાતિલ ઠંડીની શક્યતા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.