તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિન અપડેટ:બે દિવસમાં 15 વોલન્ટિયર્સને વેક્સિનનો બીજો ડોઝ અપાયો, કોઈને પણ આડઅસર નહીં

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • વેક્સિન આપવાનો સમય રાત્રે 9 સુધી કરાયો

સોલા સિવિલમાં અત્યાર સુધીમાં 700થી વધુ વોલિયેન્ટર્સને કોવિડની વેક્સિન મૂકાઈ છે. 31 ડિસેમ્બર સુધી 1 હજાર વોલન્ટિયર્સને રસી મુકાય તે માટે સોલા સિવિલની કોવિડ વેક્સિન કમિટીએ કમર કસી છે. વધુમાં વધુ લોકો વેક્સિન લેવા આવી શકે તે માટે કમિટીએ વેક્સિન મુકવાનો સમય સાંજે 6થી વધારીને રાત્રિના 9 સુધી કર્યો છે. છેલ્લાં બે દિવસમાં 15 વોલિયેન્ટર્સને વેક્સિનનો બીજો ડોઝ અપાયો છે.

મોટી સંખ્યામાં વોલન્ટિયર્સ રસી મૂકાવા આવ્યાં
સોલા સિવિલની કોવિડ વેક્સિન કમિટીનાં પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર ડો. પારુલ ભટ્ટ જણાવે છે કે, છેલ્લાં બે દિવસમાં 15 વોલિયેન્ટર્સને વેક્સિનનો બીજો ડોઝ અપાયો છે, બીજો ડોઝ લીધા પછી પણ એક પણ વોલન્ટિયર્સમાં આડ અસ જોવા મળી નથી. 31મી ડિસેમ્બર સુધીમાં 1 હજાર વોલન્ટિયર્સને વેક્સિન મુકી શકાય તે માટે વેક્સિન મુકવાના સમય અને સ્ટાફમાં પણ વધારો કરાયો છે. વેક્સિન મુકવાનો સમય વધારીને સવારના 10થી રાત્રિના 9 સુધીનો કર્યો છે. શનિવારે પણ મોટી સંખ્યામાં વોલન્ટિયર્સ આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો