તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નરોડામાંથી બુધવારે આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો સાથે કુલ 7 ફોર્મ ભરાયા છે. આ સાથે ભરાયેલા ફોર્મની સંખ્યા 8 પર પહોંચી છે. નરોડામાંથી બે અપક્ષ ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત બાપુનગરમાં એક અપક્ષ, અસારવા ગરવી ગુજરાત પાર્ટી અને નિકોલમાંથી જનસંઘર્ષ વિરાટ પાર્ટીના એક ઉમેદવારે ફોર્મ ભર્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં વધુને વધુ ઉમેદવારો ફોર્મ ભરવા આવવાના હોવાથી ભારે ધસારાની શક્યતા છે.
શહેરની 16 આરો કચેરી પરથી અત્યાર સુધીમાં 450થી વધુ ફોર્મ વહેંચાયા છે. હજી પણ ઉમેદવારોના પ્રતિનિધિ ફોર્મ લેવા આવી રહ્યા છે. રાણીપમાંથી અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી કોંગ્રેસે જ 10 વોર્ડના 38 ઉમેદવારો જાહેર કર્યા છે. જો કે, આ પૈકીના એકપણ ઉમેદવારે બુધવારે ફોર્મ ભર્યું નથી. જ્યારે 10 વોર્ડ સિવાયના અન્ય 38 વોર્ડના ઉમેદવારો ગુરુવારે જાહેર થવાની શક્યતા છે. ભાજપે એકપણ વોર્ડના ઉમેદવારો હજુ સુધી જાહેર કર્યા નથી.
ભાજપના યુવા નેતાઓએ ટિકિટ લેવા વોર્ડ બદલ્યા
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારો નક્કી કરવાની કવાયત અંતિમ તબક્કામાં છે. લગભગ મોટાભાગના ઉમેદવારોની પેનલ નક્કી પણ કરી દેવામાં આવી છે. પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય તેવા વોર્ડના ઉમેદવારોની પેનલો દિલ્હી હાઈકમાન્ડ પણ મોકલવામાં આવી છે. આ તબક્કે ભાજપના કેટલાક યુવા નેતાઓને જે વોર્ડમાં દાવેદારી કરી છે ત્યાંથી ટિકિટ નહીં મળી શકે તેવી ભીતિ જોવા મળી છે. જેને પગલે રાતોરાત તેમણે ટિકિટ મેળવવા માટે અન્ય વોર્ડમાં પણ જવા માટેની તૈયાર બતાવી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.