મહિલા સશક્તિકરણ:ગુજરાતમાં 2021ના વર્ષમાં ‘અભયમ’ હેલ્પ લાઈન દ્વારા 1.65 લાખ જેટલી મહિલાઓની મદદ કરાઈ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતની મહિલાઓમાં હેલ્પલાઈને મજબૂત વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો

ગુજરાતમાં મહિલાઓને ઘરેલુ હિંસા તેમજ મુશ્કેલીઓની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ માર્ગદર્શન સહિતની મદદ અને મહિલાલક્ષી યોજનાઓની માહિતી મળી રહે તે માટે રાજ્ય સરકારે ‘મહિલા હેલ્પલાઈન’ની શરૂઆત કરી હતી. વર્ષ 2021 દરમ્યાન 181 ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા કુલ 1 લાખ 65 હજાર 964 કરતાં વધુ મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે.

ઈમરજન્સીમાં 36 હજાર મહિલાઓને મદદ મળી
તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇને 36 હજાર 279 જેટલી મહિલાઓને મદદ પુરી પાડી છે. જ્યારે 23 હજાર 469 જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કર્યો છે. 11 હજાર 79 જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસક્યુ કરીને લાંબા ગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોંચાડાઈ હતી.

મહિલા હેલ્પલાઈન સશક્તિકરણમાં મહત્વની સાબિત થઈ
આ અંગે GVK EMRIના ચિફ ઓપરેટિંગ ઓફીસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, 181 અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્રારા મહિલા સશક્તિકરણના ક્ષ્રેત્રમાં મહત્વની સેવા સાબિત થઈ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. જસવંત પ્રજાપતિએ જણાવ્યું કે સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થયેલ છે તેમજ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાત શ્રેષ્ઠ ગુણવત્તાનું ‘આદર્શ રાજ્ય’ બન્યું છે.”

મહિલાઓ આ મુજબની સેવાઓ મેળવી શકે છે.
ફોને ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગની માહિતી કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુની સેવા જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવી કે મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ,નારી સંરક્ષણ ગ્રુહ વી. મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરંસ દ્વારા સીધુ જોડણ કરવામાં આવે છે. સાથેજ, સરકારશ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે.

છેલ્લા એક વર્ષમાં મહિલા હેલ્પલાઈન દ્વારા કરવામાં આવેલી કામગીરી
છેલ્લા એક વર્ષમાં મહિલા હેલ્પલાઈન દ્વારા કરવામાં આવેલી કામગીરી

181 હેલ્પલાઇનની વિશેષતા

  • ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ
  • ટેકનોલોજીનો ઉપયોગ કરી 24 કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત
  • પીડિત મહિલાને ટૂંકા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન આપવું
  • મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી આપવી
અન્ય સમાચારો પણ છે...