એરપોર્ટ પર પાર્કિંગ સ્લોટ:ચૂંટણીને પગલે ચાર્ટર્ડ ફ્લાઇટની સંખ્યા બમણી થશે, પાર્કિંગ માટે ઇન્કવાયરી વધી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પ્રચાર માટે રાજકીય પક્ષોએ ચાર્ટર્ડ ફલાઇટ-હેલિકોપ્ટરના એડવાન્સ બુકિંગ કરાવ્યા
  • એરપોર્ટ પર પાર્કિંગ સ્લોટની અછત સર્જાય તેવી શક્યતા

ગુજરાત વિધાન સભાની બે તબક્કામાં યોજાનાર ચૂંટણીને લઈ ઉમેદવારો જાહેર થયા બાદ દરેક પાર્ટીના નેતાઓ-મંત્રીઓ વિવિધ સભાઓ સહિત પ્રચાર માટે નીકળશે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર આગામી ડિસેમ્બર સુધી સામાન્ય દિવસો કરતા નોન શિડ્યુલ (ચાર્ટર્ડ) અને હેલિકોપ્ટરની પણ અવરજવર ડબલ થઈ જશે.

બીજીબાજુ બીએપીએસ શતાબ્દી મહોત્સવ હોવાથી વીઆઇપી મહાનુભાવો ચાર્ટર્ડ ફ્લાઈટમાં આવવાની શક્યતાઓ છે. આમ એરપોર્ટ પર પાર્કિંગ સ્લોટ માટે ઇન્કવાયરીઓ પણ વધી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એરપોર્ટ પર પાર્કિંગ માટે સ્લોટ લિમિટેડ હોવાથી અન્ય વિમાનો માટે પાર્કિંગ મેળવવામાં મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે. પાર્કિંગ સ્લોટ નહિ મળે તો રાજકોટ અને સુરત એરપોર્ટ પર વિમાનોને પાર્ક કરાશે.

અમદાવાદ એરપોર્ટ પર શેડ્યુલ ફ્લાઈટોના 16થી વધુ નાઈટ પાર્કિંગ ફાળવવામાં આવ્યા છે અન્ય 13થી વધુ ચાર્ટર્ડ ફ્લાઇટોના કાયમી ધોરણે પાર્કિંગ ઉપલબ્ધ છે. વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી દરમિયાન પ્રચાર માટે ખાનગી કંપનીઓના ચાર્ટર્ડ ફલાઇટો અને હેલિકોપ્ટર પણ એડવાન્સ બુક કરી દેવામાં આવ્યા છે.

એરપોર્ટ પર 43 એરક્રાફટના પાર્કિગની ક્ષમતા
એરપોર્ટ પર 34 ચાર્ટર્ડ એરક્રાફ્ટ પાર્ક કરવાની સુવિધા હતી. જેમાં વધુ 9 પ્લોટ વધારાતા હવે અમદાવાદ એરપોર્ટ પર 43 ચાર્ટર્ડ એરક્રાફ્ટ પાર્ક કરી શકાશે. જેમાં કાયમી ધોરણે 16 શેડયુલ અને 13 નોન શેડયુલ સહિત 29 પાર્કિંગનો સમાવેશ થાય છે. ઉપરાંત બીએપીએસ શતાબ્દી મહોત્સવમાં પણ ચાર્ટર્ડ ફ્લાઈટોની મુવમેન્ટ રહેશે જેના કારણે પાર્કિંગ સ્લોટ મળવા મુશ્કેલ છે.

વિમાનોનું નાઇટ પાર્કિંગ

એરલાઇનસંખ્યા
ઇન્ડિગો9
સ્પાઇસજેટ4
ગોફર્સ્ટ3
કુલ16

ડિસેમ્બરથી NRI સિઝન, એરપોર્ટ વ્યસ્ત રહેશે

​​​​​​​આગામી ડિસેમ્બરથી માર્ચ સુધી એનઆરઆઈ સિઝનમાં લગ્ન પ્રસંગે અને બીજીબાજુ બીએપીએસ શતાબ્દી મહોત્સવમાં વિવિધ દેશોમાંથી અનેક લોકો આવશે. જેના કારણે અમદાવાદ એરપોર્ટ પરમુસાફરોની આવનજાવન ડબલ થઈ જશે, દરમિયાન એરપોર્ટ વ્યસ્ત રહેશે.

અન્ય સમાચારો પણ છે...