JEE મેઈન્સનું પરિણામ જાહેર:ટોપ 100માં અમદાવાદના ચાર, 2.50 લાખ વિદ્યાર્થી જેઈઈ એડવાન્સ માટે ક્વોલિફાય થયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરનો અનંત કિદામ્બી દેશમાં 10મો, રાજ્યમાં પ્રથમ

ઈજનેરી સંસ્થાઓમાં પ્રવેશ માટેની સૌથી મોટી જેઈઈ-મેઈન-2021નું પરિણામ બુધવારે બપોરે જાહેર કરાયું હતું. ઓલ ઈન્ડિયા લેવલ પર ટોપ 100 રેન્કમાં શહેરના ચાર વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે. અનંત કિદામ્બીએ ઓલ ઈન્ડિયા લેવલ પર 10મો તેમજ રાજ્યમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. કોરોનાના લીધે સતત ચાર વાર લેવાયેલી આ પરીક્ષાના પરિણામમાં ટોપ 100 રેન્કમાં શહેરના ચાર વિદ્યાર્થીઓએ જ્યારે ટોપ 500 રેન્કમાં શહેરના 20 વિદ્યાર્થીઓ સ્થાન મેળવ્યુ છે.2.50 લાખ વિદ્યાર્થી જેઈઈ એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે. જેઈઈ એડવાન્સ માટેનું લાસ્ટ કવોલિફાય પર્સન્ટાઈલ કટ ઓફ 87.8992241 રહ્યું છે. જેઈઈ મેઈન -2021 ચાર તબક્કામાં 334 શહેરોના 925 સેન્ટરોમાં થઈ હતી.

જેઈઈ કોચિંગ એક્સપર્ટ રાકેશ બોથરાએ કહ્યું કે,‘જેઈઈ મેઈનમાં કેટલાક સેન્ટરોમાં ગેરરીતિના પગલે પરિણામ 10મીના બદલે વિલંબથી 15મીએ જાહેર કરાયુ છે.’ અન્ય એક જેઈઈ કોચિંગ સંસ્થાના વડા સુમિત ગુપ્તાએ કહ્યું કે,‘આ વખતના પરિણામમાં એક જ રેન્ક પર એક કરતા વધુ વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે. કોવિડની વિપરીત પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે.’

શહેરના ટોપર્સ

નામરેન્ક
અનંત કિદામ્બી10
રાઘવ અજમેરા31
પાર્થ પટેલ55
ધીર બેન્કર57
પરમ શાહ107
સાહિલ દનાયક170
અન્ય સમાચારો પણ છે...