તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વચ્છતા સર્વેક્ષણ 2021:સ્વચ્છ શહેરો માટેના સરવેમાં અમદાવાદીઓએ અત્યાર સુધી સૌથી વધુ 9 લાખ ફીડબેક આપ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • સતત 4 વર્ષથી સરવેમાં મોખરે રહેતા ઇન્દોરથી પણ વધુ ફીડબેક

સ્વચ્છતા સર્વેક્ષણ 2021 માટે જાન્યુઆરીથી શરૂ થયેલા સિટીઝન ફિડબેકની છેલ્લી તારીખ 31 માર્ચ સુધીની છે. આ મુદત પૂરી થવાને આડે હવે ગણતરીના ત્રણ દિવસ બાકી રહ્યા છે. અમદાવાદને સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે લાવવામાં લોકો મદદરૂપ થઈ શકે છે. વધુને વધુ લોકોને ફીડબેક આપવાની મહાપાલિકાએ અપીલ કરી છે. હાલ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વણસી હોવાથી તંત્રનો ફોકસ અત્યારે તો કેસને કાબૂમાં લેવાનું અને રસીકરણની ઝૂંબેશને પૂરજોશમાં આગળ ચલાવવા પર છે. આવા સંજોગોમાં સ્વચ્છ સર્વેક્ષણમાં અમદાવાદનો ક્રમ કેટલો ઉપર જઈ શકે છે તે જોવાનું રહે છે.

ગત વર્ષે પાંચમો ક્રમ મેળવ્યા બાદ પ્રથમ ક્રમ મેળવવા માટે તમામ કેટેગરીમાં માર્કસ મેળવવા માટે મ્યુનિ. તમામ પ્રયાસો કરી રહી છે. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો ફીડબેક આપવામાં અમદાવાદ મોખરે છે. જાન્યુઆરીમાં શરૂઆત થઈ ત્યારે ઇન્દોર, અમદાવાદ કરતાં પણ સુરત ફીડબેકમાં આગળ હતું. હાલની સ્થિતિમાં 9,02,691 ફિડબેક સાથે અમદાવાદ સૌથી આગળ છે. તે પછી ઇન્દોરના લોકોએ 7,17,061 ફીડબૅક આપ્યા છે. સુરતના લોકોએ 4,77,864 ફિડબૅક આપ્યા છે. અમદાવાદના લોકો હજુ વધુ ફીડબેક આપે તો સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરનો ક્રમ ઉપર જઈ શકે છે.

સ્વચ્છતા સર્વેક્ષણ શહેરોમાં સ્વચ્છતા અને હાઇજીન અંગેનો એક વાર્ષિક સરવે છે. પહેલો સરવે 2016માં હાથ ધરાયો હતો જેમાં 73 શહેરનો સમાવેશ થતો હતો. જો કે 2020 સુધીમાં સરવેમાં 4242 શહેરને આવરી લેવાયા હતા. 2020ના સરવેમાં ઇન્દોર સતત ચોથા વર્ષે ટોચ પર રહ્યું હતું. ગત વર્ષના સરવેમાં અમદાવાદ પાંચમા ક્રમે હતું. આ સરવેમાં અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરાને પણ ટોચનાં 10 સ્વચ્છ શહેરોમાં સ્થાન મળ્યું હતું.

2020ના સરવેમાં 40 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં અમદાવાદને સૌથી સ્વચ્છ શહેરનો રેન્ક મળ્યો હતો. પરંતુ 10 લાખથી વધુ વસ્તી ધરાવતા તેનો ક્રમ પાંચમો રહ્યો હતો. આ યાદીમાં સુરત બીજા ક્રમે જ્યારે રાજકોટ છઠ્ઠા અને વડોદરા 10મા ક્રમે હતું.

પોર્ટલ પર 8 લાખથી વધુએ ફીડબેક આપ્યા

શહેરએપ પરપોર્ટલ પર(IVR)1969થીકુલ
અમદાવાદ65,7768,36,90969,02,691
ઇન્દોર97,814617,45817897,17,061
સુરત1,40,1863,36,28213964,77,864
નવી મુંબઈ1,12,64189,98222,02,625
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો