તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગ્નિકાંડ:શ્રેય હોસ્પિટલ પ્રકરણમાં પોલીસે હાલ અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી

અમદાવાદએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગવાના બનવામાં 8 લોકોના મોત નિપજ્યાં હતા. - Divya Bhaskar
શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગવાના બનવામાં 8 લોકોના મોત નિપજ્યાં હતા.

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગવાના બનવામાં 8 લોકોના મોત નીપજ્યાં હતા. હવે પોલીસે આ પ્રકરણમાં અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ બનાવમાં જ્યાં સુધી FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની સાથે લોકોના નિવેદનો પર કોઈ નિષ્કર્ષ ના આવે ત્યાં સુધી હાલ પોલીસ અકસ્માતે મોતના આધારે તપાસ હાથ ધરશે.

આ પ્રકરણની તપાસ સાથે જોડાયેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ FSLના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. અત્યારે અકસ્માત મોત નોંધી તપાસ કરવામાં આવી રહીં છે. નિવેદન અને અન્ય બાબતો સામે આવ્યા બાદ ગુનો નોંધાઇ શકે છે.

અગ્નિકાંડની ટાઈમલાઈન: ક્યારે કેટલા વાગે શું બન્યું

 • રાત્રે 3:10 વાગે ફાયરબ્રિગેડમાં આગની દુર્ઘટનાનો ફોન આવ્યો
 • 3:20 વાગે ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
 • 3:30 વાગે ફાયરબ્રિગેડની મદદથી તમામ દર્દીઓને નીચે ઉતારાયા
 • 4:00 વાગે આગ કાબૂમાં આવી
 • 4:20 વાગે ભાવિન સોલંકી સહિતના અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા
 • 4:25 વાગે ફાયરબ્રિગેડે 8 લોકોના મોતની પુષ્ટિ કરી
 • 4:45 વાગે દર્દીઓને 108 અને ફાયરબ્રિગેડની એમ્બ્યુલન્સથી SVP હોસ્પિટલ ખસેડાયા
 • 7:30 વાગે દર્દીઓના સગાને યોગ્ય જવાબ ન મળતા હોબાળો થયો
 • સવારે 8:00 વાગે મેયર બિજલ પટેલ હોસ્પિટલ પહોંચ્યા
 • 8:15 વાગે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકવામાં આવ્યા
 • 8:30 વાગે આરોગ્ય સચિવ જયંતિ રવિ હોસ્પિટલ પહોંચ્યા
 • 9:00 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી ઘટનાને લઈને સાંત્વના પાઠવી
 • 9:17 વાગે ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું હતું

ફાયર વિભાગ દ્વારા આપેલી મૃતકોના નામ અને ઉંમરની યાદી

નામઉંમર
આરિફ મંસૂરી42
નવનીત શાહ80
લીલાબેન શાહ72
નરેન્દ્ર શાહ61
અરવિંદ ભાવસાર78
જ્યોતિ સિંધી55
મનુભાઈ રામી82
આયેશાબેન તિરમીઝી51